IPL 2020 : RR vs DC : રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
28

IPLની 13મી સિઝનની 23મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આજે શારજાહમાં રમાશે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી છે, ટીમમાં બે ફેરફાર કરાયા છે. સતત 3 મેચ હાર્યા બાદ રાજસ્થાન જીતના પાટા પર પરત ફરવા માગશે. રાજસ્થાન સીઝનમાં અત્યાર સુધી 5 મેચ રમ્યું છે. જે બે મેચમાં તેણે જીતી તે શારજાહમાં રમાઈ હતી. બંનેમાં રાજસ્થાને 200+ નો સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ, દિલ્હી આ મેચને જીતીને પોઈન્ટ ટેબલ પર ટોપ આવવા માંગશે.

બંને ટીમોની વચ્ચે રમવામાં આવેલી છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો, દિલ્હીએ 3 અને રાજસ્થાને 2 મેચ જીતી છે. ગત સીઝન માં દિલ્હી અને રાજસ્થાન વચ્ચે 2 મેચ રમાઈ હતી, બંને મેચમાં દિલ્હીએ રાજસ્થાનને હરાવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સની ટીમ: સ્ટીવ સ્મિત, જોય બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, મહિપાલ લોમરોર, ટોમ કરન, શ્રેયસ ગોપાલન, જોફ્રા આર્ચર, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી.

દિલ્હી કેપિટલ્સની ટીમ: શ્રેયસ ઐયર, ઋષભ પંત, પૃથ્વી શો, શિખર ધવન, શિમરોન હેટમાયર, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કગિસો રબાડા, એનરિચ નોર્તજે.

રાજસ્થાને શારજાહના સૌથી મોટા ટાર્ગેટ ચેઝ કર્યો હતો
શારજાહમાં જ રાજસ્થાને પંજાબ સામે આઇપીએલના ઇતિહાસના સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જ સીઝનમાં રાજસ્થાને અબુધાબીમાં 2 મેચ અને દુબઇમાં એક મેચ રમી હતી. ત્રણેય મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હીની ટીમ શાનદાર ફોર્મમાં
દિલ્હીના બેટ્સમેન અને બોલરો શાનદાર ફોર્મમાં છે. ઓપનર પૃથ્વી શો અને શિખર ધવન ટીમને સારી શરૂઆત આપી રહ્યા છે. આ પછી કેપ્ટન શ્રેયસ ઐયર ઋષભ પંત અને માર્કસ સ્ટોઇનિસ પણ આક્રમક બેટિંગ કરી રહ્યો છે. જ્યારે બોલિંગમાં કગિસો રબાડા, એનરિચ નોર્તજે, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ પણ શાનદાર ફોર્મમાં છે.

બટલર, સેમસન પર રહેશે નજર
રાજસ્થાન રોયલ્સની બેટિંગ ટોપ -3 બેટ્સમેનો પર નિર્ભર કરે છે. કેપ્ટન સ્ટીવ સ્મિથ, જોસ બટલર અને સંજુ સેમસનની ટીમને સારી શરૂઆત આપવાની જવાબદારી રહેશે. જ્યારે બોલિંગમાં જોફ્રા આર્ચરની સાથે બાકીના બોલરોએ પણ વિકેટ લેવી પડશે.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી
દિલ્હીના ઋષભ પંત 15 કરોડ અને શિમરોન હેટમાયર 7.75 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘા ખેલાડી છે, જ્યારે રાજસ્થાનમાં કેપ્ટન સ્મિથ 12.50 કરોડ અને સંજૂ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે.

આ મેદાન પર આ મેચ પર કુલ ટી 20: 13
પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 9
પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતી: 4
પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર: 149
બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 131

દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જે આજ સુધી ફાઇનલ રમ્યું નથી; રાજસ્થાને 1 વાર ટાઇટલ જીત્યું દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જે હજી સુધી ફાઇનલ રમી શકી નથી. જો કે, ટૂર્નામેન્ટની શરૂઆતી બે સીઝન (2008, 2009)માં દિલ્હી સેમીફાઇનલમાં પહોંચી હતી. જ્યારે રાજસ્થાને આઈપીએલ (2208)ની પ્રથમ સીઝન પોતાના નામે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here