રાજસ્થાનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજ્યના રાજસમંદ જિલ્લામાં જમીન વિવાદ સાથે જોડાયેલા એક મામલાની તપાસ કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલની માર મારી હત્યા કરી દેવાઇ છે. પ્રાપ્ત જાણકારી મુજબ, કોન્સ્ટેબલ ગની મોહમ્મદ મામલાની તપાસ માટે ગામમાં ગયા હતાઆ દરમિયાન મામલા સાથે જોડાયેલા આરોપીઓએ 48 વર્ષિય કોન્સ્ટેબલને માર મારવાનું શરૂ કર્યું. સૌથી ચોંકાવનારી બાબત છે કે આ દરમિયાન ગ્રામીણ મૂક દર્શક બની રહ્યા હતા. બતાવાઇ રહ્યું છે કે માર માર્યા બાદ ગની મોહમ્મદને ઘાયલ અવસ્થામાં ભીમ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ઇલાજ દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. આ મામલામાં પોલીસ વડાના મોટા અધિકારીઓ કોઇ જવાબ આપી રહ્યા નહોતાબતાવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલના માર મારવાની સૂચના પર ડીએસપી રાજેન્દ્ર સિંહ, સીઆઇ લાભૂરામ વિશ્નોઇ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ટીમ આરોપીઓ વિશે શોધ ચલાવી રહી છે. મૃતક હેડ કોન્સ્ટેબલ અબ્દુલ ગનીના પિતા અબ્દુલ અજીજ જહાજપુર ભીલવાડાના રહેનાર હતા. તે ફેબ્રુઆરી 1995માં રાજસ્થાન પોલીસની સેવા સાથે જોડાયેલા હતા. મૃતક કોન્સ્ટેબલના પરિવારમાં ચાર પુત્રીઓ અને એક પુત્ર છે.