હાલોલ : ગમીરપુરા પાસે કોતરમાં તણાતા કિશોરને બચાવવામાં રાજગઢ પોલીસ દેવદૂત બની

0
30

હાલોલ, ઘોઘંબા: ઘોઘંબા રાજગઢ નજીક ગમીરપુરા પાસે આવેલ રેલિંગ વગરના કોતરના પુલ પરથી સાયકલ સાથે પાણીના વહેણમાં તણાયેલ દસ વર્ષના કિશોરને રાજગઢ પોલિસ મથકમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ જાનની પરવાહ કર્યા વગર પાણીમાં કૂદી જઈ કિશોરનો જીવ બચાવી કિશોર માટે દેવદૂત બનતા કિશોરના પરિવારે પોલીસની સહરાનીય કામગીરીથી ઓળગોળ થઈ આભાર માન્યો હતો.

રાજગઢ પોલીસ મથકની પાછળના વિસ્તારમાં આવેલ મઠ ગમીરપુરા ગામ પાસે બે દિવસથી વરસતા ભારે વરસાદને લઈ કરાડ નદી ઓવરફ્લો થતા સાંજે કોતરમાં પાણીનું વહેણ એકાએક વધી જતાં આ સમયે સ્કૂલ એથી સાયકલ લઈ ઘરે જતો મુકુંદ દિનેશ રાઠવા ઉ.10 કોતર પર બનાવેલ પુલ પર રેલિંગ ન હોય મુકુંદ કોતરમાંથી સાયકલ લઈ પસાર થતો હતો. દરમિયાન એકાએક પુલ પરથી પાણીમાં ખાબકી પાણીમાં તણાય જઇ દૂર જઈ વચ્ચે બાવળના ઝાડમાં ફસાઈ જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા પણ ધસમસતા પાણી ન વહેણમાં કિશોરને બચ્ચાવવા કોઈએ હિંમત ન દાખવી લોકો ઝાડીમાં ફસાઈ મોત સામે લડી રહેલ કિશોરના લોકો ફોટા વિડિઓ ઉતારતા હતા.

દરમિયાન રાજગઢ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રવીણ મોરી, રાહુલ સંગાળા ઘટના સ્થળે દોડી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર બંને જવાનો જીવના જોખમે પાણીમાં કુદી જઇ ઝાડમાં ફસાયેલા કિશોર સુધી પોહચી જીવ સટોસટની બાજી લગાવી ભારે જહેમત બાદ કિશોરને હેમખેમ પાણીમાંથી બહાર કાઢી લાવી કિશોર માટે પોલીસ જવાનો દેવદૂત સાબિત થયા હતા. તાજેતરમાં વડોદરામાં વરસાદ પગલે સર્જાયેલ તારાજી લઈ પાણીમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરીમાં વડોદરા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ લોકો માટે દેવદૂત સાબિત થતા પોલીસ વિભાગ સહિત ખાનગી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરી ઉત્સાહ વધાર્યો હતો. તેવી રીતે રાજગઢ પોલીસના જવાનોએ જીવના જોખમે કિશોર ની જિંદગી બચાવી કિશોર માટે દેવદૂત સાબિત થયા છે તો તેમનો ઉત્સાહ વધારવા પંચમહાલ પોલીસ પ્રોત્સાહિત કરે તે જરૂરી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here