બર્થડે વિશ:રજનીકાંતનો આજે 70મો જન્મદિવસ, PM મોદીએ સોશિયલ મીડિયા પર વિશ કર્યું, કહ્યું- તમે હંમેશાં સ્વસ્થ રહો અને દીર્ઘાયુ હોય

0
11

મેગાસ્ટાર રજનીકાંત આજે શનિવારે તેમનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ અવસરે તેના ફેન્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ, સેલિબ્રિટી અને રાજકારણીઓ પણ તેમને સોશિયલ મીડિયા પર શુભકામના આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર રજનીકાંતને જન્મદિવસની શુભકામના આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું, ‘પ્રિય રજનીકાંત જી, તમને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. ભગવાન કરે તમે હંમેશાં સ્વસ્થ રહો અને દીર્ઘાયુ હોય.’ મોદી સિવાય ઘણા સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર રજનીકાંતને શુભકામનાઓ આપી છે.

સાઉથના એક્ટર વેન્કટ પ્રભુએ લખ્યું, જન્મદિવસની શુભકામના થલાઈવા. તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઓ પન્નીરસેલ્વમે પણ રજનીકાંતને બર્થડે વિશ કર્યો છે. તેમણે લખ્યું, ‘સતત કામ કરતા રહેવું અને ગજબની પ્રતિભાને કારણે રજનીએ તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલું મોટું નામ કમાયું છે. તેમની લાંબી ઉંમરની પ્રાર્થના કરું છું.’

રજનીકાંત ટૂંક સમયમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘અન્નાથે’માં જોવા મળશે. આ ફિલ્મ સિરુથાઈ શિવના ડિરેક્શનમાં બની રહી છે. ફિલ્મ ગ્રામીણ ડ્રામા પર આધારિત છે. આ ફિલ્મમાં ચાર ફિમેલ એક્ટ્રેસ લીડ રોલમાં છે. કીર્તિ સુરેશ, નયનતારા, ખુશ્બુ સુંદર અને મીના ફિલ્મમાં સામેલ છે. આ ફિલ્મમાં પ્રકાશ પણ મહત્ત્વના રોલમાં છે. જ્યારે સોરી અને સતીશ પણ લીડ રોલમાં જોવા મળશે.

31 ડિસેમ્બરે પોતાની પોલિટિકલ પાર્ટી લોન્ચ કરશે
ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં થઇ રહ્યું હતું પરંતુ કોરોના મહામારીને કારણે ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. મેકર્સને આશા છે કે ફિલ્મનું શૂટિંગ આ મહિને ડિસેમ્બરમાં શરૂ થશે અને રજનીકાંત જાન્યુઆરીમાં સેટ પર સામેલ થશે. આ સિવાય રજનીકાંતે થોડા અઠવાડિયા પહેલાં જાહેરાત કરી હતી કે તે 31 ડિસેમ્બરે તેમની પોલિટિકલ પાર્ટી લોન્ચ કરશે અને તે દિવસે તેમની પાર્ટીના નામનો ખુલાસો કરશે. તેમણે કહ્યું હતું કે આધ્યાત્મિક રાજનીતિ સાથે તમિલનાડુના નસીબ બદલવાનો સમય આવી ગયો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here