રજનીકાંતની જાહેરાત : ભગવાનની ચેતવણી બાદ કોઈ રાજકીય પાર્ટી શરૂ કરશે નહીં

0
7

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે 31મી ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમ કહ્યું હતું. જોકે, હાલમાં જ રજનીકાંતે એવો નિર્ણય લીધો છે કે તે હવે રાજકારણમાં ઝંપલાવશે નહીં. તેમણે રાજકારણમાં ના આવવા પાછળનું કારણ પોતાની તબિયતને આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી અને તેથી જ તેઓ હવે કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રજનીકાંતના બ્લડપ્રેશરમાં વધઘટ થવાને કારણે તેમને હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

રજનીકાંતે મંગળવારના રોજ અચાનક જ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેઓ કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી. રજનીકાંતે કહ્યું હતું કે હાલમાં તેમની તબિયત ખરાબ થઈ તે ભગવાને ચેતવણી આપી હતી અને આથી જ તેઓ હવે કોઈ રાજકારણમાં આવશે નહીં અને તમિળનાડુ વિધાનસભા ચૂંટણી લડશે નહીં.

2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો અગાઉ રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.

25મી ડિસેમ્બરે એડમિટ કરવામાં આવ્યા હતા

સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર વધ-ઘટ થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. તેેમને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર્સ એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું તથા ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડી હતી.

ડિસ્ચાર્જ બાદ ઘરે પહોંચ્યા તો પત્નીએ ચાંદલો કરીને સ્વાગત કર્યું…

કોરોના રિપોર્ટ નેગેટિવ

થોડા સમય પહેલાં રજનીકાંતની ફિલ્મ ‘અન્નાથે’ના સેટ પર સાત ક્રૂ-મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

14 ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થયું હતું

રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

40 ટકા શૂટિંગ બાકી

ફિલ્મનું શૂટિંગ 40 ટકા બાકી છે. ફિલ્મમાં રજનીકાંત કૅરિંગ ભાઈના રોલમાં તથા કીર્તિ સુરેશ બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ રાજ તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને શિવાએ ડિરેક્ટ કરી છે. નયનતારા બીજીવાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. આ પહેલાં તેણે ‘દરબાર’માં કામ કર્યું હતું. ‘અન્નાથે’ ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here