હેલ્થ અપડેટ : રજનીકાંતના મેડિકલ રિપોર્ટ્સ આવ્યા : હોસ્પિટલે કહ્યું………..

0
6

સાઉથ સુપરસ્ટાર રાજનીકાંતને 25 ડિસેમ્બરના રોજ બ્લડપ્રેશરમાં વધ ઘટ થતાં હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે રજનીકાંતની તબિયત સારી છે. હોસ્પિટલે એક્ટરની હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે તેમને કોઈ ગંભીર સમસ્યા નથી. ડિસ્ચાર્જનો નિર્ણય આજે લેવામાં આવશે.

હોસ્પિટલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, ‘રજનીકાંતના તમામ રિપોર્ટ્સ આવી ગયા છે અને તેમાં ચિંતાની કોઈ વાત સામે આવી નથી. આજે ડૉક્ટર્સની ટીમ રજનીકાંતની તપાસ કરશે અને તેમને ક્યારે ડિસ્ચાર્જ કરવા તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.’

ક્રિસમસના દિવસે બીમાર પડ્યાં હતાં

સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર ચઢ-ઊતર થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. કહેવાય છે કે જ્યાં સુધી તેમનું બીપી સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. તેમનામાં કોવિડ-19 કે અન્ય કોઈ બીજા લક્ષણો જોવા મળ્યાં નથી.

કોરોના રિપોર્ટ નેગેટિવ

થોડા સમય પહેલાં રજનીકાંતની ફિલ્મ ‘અન્નાથે’ના સેટ પર સાત ક્રૂ-મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

14 ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થયું હતું

રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

40 ટકા શૂટિંગ બાકી

ફિલ્મનું શૂટિંગ 40 ટકા બાકી છે. ફિલ્મમાં રજનીકાંત કૅરિંગ ભાઈના રોલમાં તથા કીર્તિ સુરેશ બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ રાજ તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને શિવાએ ડિરેક્ટ કરી છે. નયનતારા બીજીવાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. આ પહેલાં તેણે ‘દરબાર’માં કામ કર્યું હતું. ‘અન્નાથે’ ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here