રાજીવ ગાંધીની ૭૫મી જન્મજયંતિએ સોનિયા ગાંધી અને પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

0
0

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મ જયંતિ છે. ૨૦ ઓગસ્ટ ૧૯૪૪ના રોજ જન્મેલા રાજીવ ગાંધી દેશના સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન હતા. તે ઓક્ટોબર ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.તેમના જન્મ દિવસે તેમને સમગ્ર દેશ યાદ કરી રહ્યો છે. જેમા પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘ અમારા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ.

જયારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સમાધી સ્થળ વીરભુભી પહોંચીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પીએમ મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત પુત્ર રાહુલ ગાંધી, બેટી પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલાબનબી આઝાદ, અહમદ પટેલ અને ભુપેન્દ્ર હુડ્ડા સહિત અનેક નેતાઓ સમાધી સ્થળ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રાજીવ ગાંધી દેશના છઠ્ઠા અને સૌથી યુવા વડાપ્રધાન હતા. રાજીવ ગાંધી ૪૦ વર્ષની ઉંમરમા જ દેશના વડાપ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધીનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૪ના રોજ થયા હતા. જયારે વર્ષ ૧૯૮૪મા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી ભારે બહુમત સાથે જીતીને વડાપ્રધાન બન્યા હતા. તેમજ વર્ષ ૧૯૯૧માં એક ચૂંટણી સભામા બોમ્બ વિસ્ફોટમા તેમની હત્યા થઈ હતી. રાજીવ ગાંધી દુનિયાના એવા યુવા રાજનેતાઓમાં એક હતા જેમણે સફળતાપૂર્વક સરકારનું નેતૃત્વ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here