રાજકોટ : મામા સાથે જમીનના વિવાદને લઇને યુવાન SP ઓફિસમાં ઝેરી દવા પીવે તે પહેલા પોલીસે અટકાયત કરી

0
32

રાજકોટ: પડધરી તાલુકાના ખામટા ગામે રહેતો મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આથી મહેશે આ અંગે અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી. આખરે કંટાળીને મહેશે રાજકોટ એસપી ઓફિસમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આજે એસપી ઓફિસમાં આવી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેના હાથમાંથી દવાની બોટલ આંચકી લઇ અટકાયત કરી હતી.

આત્મવિલોપનની ચીમકીને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

મહેશે આજે 10 વાગે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હોય સીપી ઓફિસમાં પહેલેથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ પહેલેથી ગોઠવી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here