રાજકોટ : વામ્બે આવાસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, મહિલા સહિત 2ની ધરપકડ

0
40

રાજકોટ:કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસમાં મહિલાએ તેના ક્વાર્ટરમાં કૂટણખાનું ચાલુ કર્યું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલા તેમજ એક યુવાનને પોલીસે ઝડપી લીધો છે.

લીલા ઉર્ફે ઇલા અને સુનિલ જારિયાની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ત્રણ માળિયા ક્વાર્ટર નં.1, બ્લોક નં.36માં રહેતી લીલા ઉર્ફે ઇલા શૈલેષ બગડા નામની મહિલાએ તેના ક્વાર્ટરમાં યુવતીને બોલાવી કૂટણખાનું ચલાવતી હોવાની તાલુકા પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી. જેના આધારે તાલુકા પોલીસે બપોરના સમયે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન લીલા ઉર્ફે ઇલા તેમજ અન્ય એક રૂમમાંથી એક મહિલા સાથે મોજમજા કરતો સુનિલ બચુભાઇ જારિયા નામના યુવાનને પોલીસે પકડી પાડ્યો હતો. ક્વાર્ટરમાં તલાશી લેતા કોન્ડોમના પેકેટ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.

લીલા ઉર્ફે ઇલા મોજમજા કરવા આવતા લોકો પાસેથી એક હજાર રૂપિયા લેતી
પોલીસે લીલા ઉર્ફે ઇલા અને સુનિલ જારિયાની ધરપકડ કરી લીલાના બે મોબાઇલ કબ્જે કર્યા છે. જ્યારે ક્વાર્ટરમાંથી મળી આવેલી યુવતીની પૂછપરછ કરતા તે રાજકોટમાં જ રહે છે અને લીલા તેણીને તેના ક્વાર્ટરમાં આવતા યુવાનો સાથે શરીરસંબંધ બાંધવા બોલાવતી હતી. યુવતીએ વધુમાં કહ્યું કે, લીલા ઉર્ફે ઇલા મોજમજા કરવા આવતા લોકો પાસેથી એક હજાર રૂપિયા લેતી હતી. તેમાંથી પોતાને 500 આપતી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here