રાજકોટ : ટેકનોલોજીની મદદથી જાહેરનામા ભંગના 1432 કેસ નોંધ્યા

0
4

કોરોનાના પ્રથમ કેસને એક વર્ષ પૂર્ણ થયું છે. લોકડાઉન અને અનલોક 8ના નિયોમોની અમલવારીનો ચુસ્તપણે પાલન કરાવવા માટે ટેકનોસેવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓ સાથોસાથ ટેકનોલોજીનો કરવામાં આવેલો ઉપયોગ ખાસ પ્રભાવી રહ્યો હતો. રાજકોટ પોલીસે ડ્રોન કેમેરાના મદદથી લોકડાઉન અને અનલોક દરમિયાન શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારા 1432 લોકો સામે કેસ નોંધ્યા હતા.

લોકોને ઘરમાં રહેવા પોલીસે લાઉડસ્પીકરનો પણ ઉપયોગ કર્યો હતો
રાજકોટ શહેરમાં કોઈ જગ્યા બાકી ન રહી જાય અને પોલીસ દ્વારા કાયદાનો અમલ કરાવી શકાય તે માટે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર એક નવતર પ્રયોગ હાથ ધરી ડ્રોન કેમેરાની મદદથી શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં લોકડાઉનનો ભંગ કરતા શખ્સોને શોધી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં સૌપ્રથમવાર રાજકોટ શહેરમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા લાઉડસ્પીકર સહિતના ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકડાઉનના કડક પાલન ઉપરાંત લોકોને આ લાઉડસ્પીકર દ્વારા ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. જો તેનું પાલન નહીં કરવામાં આવે તો તેઓ વિરુદ્ધ ગુનો દાખલ થશે તેવી ચેતવણી પણ આ માધ્યમથી આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

હોમ ક્વોરન્ટીન હતા તેવા લોકો પર સતત વોચ રાખવામાં આવી હતી
રાજકોટ શહેર ખાતે જે લોકો હોમ ક્વોરન્ટીન હતા તેવા લોકો પર સતત વોચ રાખવા રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા સેફ રાજકોટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. નજીકના બીટ ઇન્ચાર્જ દ્વારા આવા હોમ ક્વોરન્ટીન કરેલા લોકો પર દર બે કલાકે આવા લોકોને હાજરી પુરવા અંગે જણાવ્યું હતું. તમામ 1થી 4 લોકડાઉનમાં રાજકોટ શહેર પોલીસની સોશિયલ મીડિયા સાઇટ્સના માધ્યમથી સંદેશા, વીડિયો, નોંધાયેલા કેસો અંગેની આંકડાકીય માહિતી તેમજ ઉચ્ચ અધિકારીનો પ્રજાજોગ સંદેશો રોજેરોજ અપલોડ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવર્તમાન સંજોગોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતાં.

રાજ્યમાં રાજકોટમાં ડ્રોન કેમેરાની મદદથી પોલીસે ગુનો નોંધવાનું શરૂ કર્યુ હતું
રાજ્યમાં રાજકોટમાં ડ્રોન કેમેરાની મદદથી પોલીસે ગુનો નોંધવાનું શરૂ કર્યુ હતું

સમાજમાં ખોટી અફવા ફેલાવતા એકાઉન્ટ પોલીસે બંધ કરાવ્યા હતા
આ ઉપરાંત સોશિયલ મીડીયાના માધ્યમથી સમાજમાં ખોટી અફવા ફેલાવતા એકાઉન્ટ બંધ કરાવી પ્રજાને ગેરમાર્ગે દોરતા અટકાવવાની સાયબર સેલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લેભાગુ તત્વો દ્વારા લોકોને લોકડાઉન દરમિયાન પેટીએમ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી પ્રખ્યાત ડિજીટલ પેમેન્ટ કંપનીના માધ્યમથી લાલચ આપી છેતરપિંડી કરતાં હોવાની ફરિયાદ પરથી પોલીસ કમિશનરની સુચના પર સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવી છેતરપિંડી અટકાવવા માટે 51 જેટલા મોબાઇલ નંબરો ઓળખી કાઢી અને બંધ કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here