Friday, March 29, 2024
Homeરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફના ધરણા, પગાર વધારા અને પેન્શન સ્કીમ...
Array

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફના ધરણા, પગાર વધારા અને પેન્શન સ્કીમ સહિતની માંગ કરી

- Advertisement -

રાજકોટ:શહેરમાં યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા પ્રતીક ઉપવાસ અને ધરણા યોજવામાં આવી રહ્યા છે. નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની માંગણીઓને લઈને જાન્યુઆરીથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં તેમની માંગણીઓને ધ્યાનમાં નહીં લેતા હડતાળ પાડવામાં આવી હતી. નર્સિંગ સ્ટાફની માંગ છે કે કેન્દ્ર સરકારનાં ધારાધોરણ મુજબ પગાર ધોરણ આપવામાં આવે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેમજ નેશનલ પેન્શન સ્ક્રીમને પુનઃ શરૂ કરવાંમાં આવે જેવી અનેક માંગણીઓને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા કરવામાં આવ્યાં હતા અને આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર ખાતે રેલી યોજવામાં આવેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

રેશ્મા પટેલે ઉપવાસ પર બેઠેલા કર્મચારીઓની મુલાકાત લીધી
જુનાગઢ ખાતે ચાલતા પ્રતિક ઉપવાસમાં બેઠેલા કર્મચારીઓની NCP નેતા રેશ્મા પટેલે મુલાકાત લીધી હતી અને NCP દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. વધુમાં રેશ્મા પટેલે જણાવ્યું હતું કે NCP આ આંદોલનને પૂરે પૂરૂં સમર્થન આપે છે અને દરેક ફિલ્ડમાં ચાલતી આઉટ સોર્સીંગ પદ્ધતિએ સરકારી દલાલો દ્વારા ચાલતી ચોખ્ખી લૂંટફાટ છે. હું આ પદ્ધતિનો ખુલ્લો વિરોધ કરુ છું અને સાથે સાથે આંદોલનકારીઓની દરેક માંગો પુરી કરાવવા માટે અમે ખભેખભો મિલાવીને સાથે ઉભા રહીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular