રાજકોટ : સિવિલમાં 191 બાળકોને કોરોના અને 20ને મલ્ટીસીસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ

0
6

રાજકોટમાં કોરોના કેસોમાં ઘટાડો થતા અને મહિના પહેલા રોજના આવતા 500થી 600 કેસ હવે ઘટીને 25થી 30 થઈ ગયા છે. હાલ આ મહામારીમાં રાહત છે. પરંતુ મોટી ઉંમરના લોકોમાં કોરોના પછી થતી મહાભયાનક બિમારી મ્યુકોરમાઈકોસિસના અને બાળકોમાં MIS-C (મલ્ટીસીસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ)ના કેસ હજુ યથાવત છે. આ બન્ને રોગ કોરોના થયા અને મોટાભાગે કોરોના નેગેટિવ રિપોર્ટ આવી ગયા બાદ થાય છે. પરંતુ રાજકોટ મહામારીનું ગઢ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે.

મ્યુકોરમાઈકોસિસના અત્યાર સુધીમાં 735 કેસ નોંધાયા
ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 7 નવા દર્દીઓ નોંધાયા હતા અને 15 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ સાથે સિવિલમાં આશરે છેલ્લા 20 દિવસમાં આ ભયાનક મહામારીના 735 કેસો નોંધાયા છે. આજ સુધીમાં 42 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે જ્યારે 435 આજની સ્થિતિએ સિવિલમાં અને 258 દર્દીઓ સમરસ કોવિડ ખાતે દાખલ કરાયા છે. ટૂંક સમયમાં 10થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરાશે તેમ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું.

બાળકોમાં MIS-C નાં લક્ષણો જણાય તો તુરંત ડોક્ટરોનો સંપર્ક કરવો.

હજુ દોઢથી બે માસ સુધી રાહ જોવી પડશે
મ્યુકોરમાઈકોસિસના શરુઆતના તબક્કે રોજના 30થી 40 કેસ આવતા હતા જે એક સપ્તાહ પહેલા ઘટીને રોજના 15 થયા અને હવે તે ઘટીને સરેરાશ 7થી 8 કેસ રોજના નોંધાય છે. આમ, નવા કેસો ઘટી રહ્યા છે. પરંતુ જેઓને આ બિમારી લાગુ પડે છે તેને ઓછામાં ઓછી એકથી દોઢ માસ સુધી હોસ્પિટલમાં એડમિટ રાખીને સારવાર કરવાની હોય છે. જ્યારે આ રોગ હળવો થવા હજુ દોઢથી બે માસ સુધી રાહ જોવી પડે તેમ છે.

મ્યુકોરમાઈકોસિસના શરુઆતના તબક્કે રોજના 30થી 40 કેસ આવતા હતા

મલ્ટી સીસ્ટમ ઈન્ફ્લેમેટરીના કેસો વધવા લાગ્યા
બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 191 બાળકોને એડમીટ કરવા પડ્યા છે. જેમાં દોઢ માસમાં જ આશરે 67 બાળકો દાખલ કરાયા હતા. જ્યારે કોરોનામાં સાજા થયા પછી બાળકોમાં એન્ટીબોડી વધુ માત્રામાં ડેવલપ થઈને તે શરીરના જ અંગો પર પ્રતિકૂળ અસર કરતા તાવ આવવો, લાલ ચકામા થવા જેવા લક્ષણો સાથે મલ્ટી સીસ્ટમ ઈન્ફ્લેમેટરીના કેસો વધવા લાગ્યા છે, સિવિલમાં આવા બે-ત્રણ બાળ દર્દી આવે છે પરંતુ, હવે ખાનગી બાળરોગ નિષ્ણાતો પણ આ રોગની સારવાર કરતા હોય એકંદરે શહેરમાં રોજના અંદાજે 10 થી 15 કેસ નોંધાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here