રાજકોટ – સેન્ટ્રલ જેલમાંથી 2 મોબાઈલ અને 1 ચાર્જર મળી આવ્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ

0
10
રાજકોટ મધ્યસ્થ જેલ
  • એક કેદીની નામ જોગ અને અન્ય અજાણ્યા કેદી વિરૂદ્ધ ગુનો નોંધાયો
રાજકોટ મધ્યસ્થ જેલ

સીએન 24,ગુજરાત

રાજકોટમધ્યસ્થ જેલમાંથી વધુ એક વખત મોબાઈલ ફોન મળી આવ્યા છે. ઝડતી દરમિયાન સેન્ટ્રેલ જેલમાંથી 2 મોબાઈલ ફોન અને એક ચાર્જર મળી આવ્યું છે. હત્યાના ગુનામાં જેલમાં રહેલ સાવંત ઉર્ફ લાલી સંજયભાઈ વાઘેલા નામના કેદી પાસેથી આ ફોન મળી આવ્યો છે. આ સાથે અન્ય બીજો ફોન બાથરૂમની દીવાલની ઉપર ચાર્જીંગમાં રાખેલ હાલતમાં મળી આવ્યો હતો. જેલરે પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં એક કેદીની નામ જોગ અને અન્ય અજાણ્યા કેદી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદ ઝડતી સ્ક્વોડ દ્વારા જેલની મુલાકાત લેતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત મળી આવતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here