રાજકોટ : નાગાબાવાના નામે સોનાના દાગીના ખેંચી લેતા, ચાર ઝડપાયા, આંતરરાજ્ય ચીખલીગર ગેંગના સાળા-બનેવીની ધરપકડ

0
24

રાજકોટ: દાગીના પહેર્યા હોય તેવા રાહદારીને કાર ચાલક આશ્રમનું સરનામુ પૂછવાના બહાને બોલાવતો અને કારમાં નિર્વસ્ત્ર બેઠેલા શખ્સને રાજસ્થાની નાગાબાવા તરીકે ઓળખાવી તેના દર્શન કરવાનું કહેવાતું હતું. રાહદારી માથુ નમાવવા જાય ત્યાં ગળામાંથી-હાથમાંથી દાગીના ખેંચી લેવાતા હતા. એપ્રિલમાં ગોંડલ રોડ પર ટીવીએસના શો રૂમ પાસે ભરતભાઇ પટેલના ગળામાંથી ૩૦ હજારનો ચેઇન ખેંચી લીધો હતો, મે મહિનામાં કુવાડવા પાસે તથા બેડી યાર્ડ પાસે પ્રવિણ સોનારાના 1.60 લાખના દાગીના તથા દેવજીભાઇ સેલણીયાનો 25 હજારનો ચેઇન ખેંચી લેવાયો હતો. ક્રાઇમ બ્રાંચ દ્વારા બે શંકમંદ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. 23 ગુનાઓ ને અંજામ આપવામાં આવ્યો હોવાનું કબૂલ્યું છે. પોલીસે 6.15 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ કરી છે. જ્યારે ભક્તિનગર પોલીસે ઘરમાં ચોરી કરતી આંતરરાજ્ય ચીખલીગર ગેંગના બે શખ્સોની ધરપકડ કરી છે.

ચીખલીગર ગેંગના બંને શખ્સોએ અમદાવાદ 5 અને રાજકોટમાં એક ચોરી કરી

આંતરરાજ્ય ચાખલીગર ગેંગના ઘરફોડ ચોરી કરતા બે શીખ સાગરીતો સાળા-બનેવીને ભક્તિનગર પોલીસે ઝડપી પાડીને ઘરેણાં સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ બાતમીના આધારે મકાનમાં ડુપ્લીકેટ ચાવી બનાવવાના બહાને નજર ચૂકવીને કબાટમાંથી ચોરી કરનાર બે શખ્સો પોપટસીંગ ગોકુલસીંગ સીકલીગર અને વિશાલસીંગ પરસનસીંગ બરનાલને ઝડપી પાડ્યા છે. બંનેની ઝડતી લેતા સોનાની બ્યુટી સોનાનો પારો અને ચાંદીનું કડુ મળી આવેલ હતું. બન્નેની પૂછપરછ કરતા પોતે રહેણાંક મકાનમાં માજીના કબાટની ચાવી બનાવના બહાને કબાટમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના સહિતનો મુદામાલ જપ્ત કરીને ભક્તિનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં એક અને અમદાવાદ શહેરમાં 5 ચોરી કરી હોવાની આરોપીએ કબૂલાત આપી છે.

નાગાબાવાના નામે સોનુ પડાવતા આરોપીઓ

1. સાગરનાથ ભપતનાથ પરમાર
2.કરણનાથ નટવરનાથ ચૌહાણ
3. રાહુલનાથ કંચનનાથ ચોહાણ
4. સાહેબનાથ સમજુનાથ ભાટી

કઈ રીતે બનાવતા હતા લોકોને શિકાર?
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સાહેબનાથ અને કરણનાથ કારમા સંપુર્ણ કપડા કાઢી નાગાબાવાનો વેશ ધારણ કરતા હતા. જે બાદ સાથે રહેલા અન્ય આરોપી કારની બહાર ઉભા રહી સોનુ પહેરેલા વટે માર્ગુને ઉભા રાખતા હતા. ત્યારબાદ નજીકમા કોઈ મંદિર ક્યા છે કે કેમ તે પુછતા હતા. જે બાદ વટેમાર્ગુને કારમા બેસેલા નાગાબાવાના રુપમા બેઠેલા આરોપીઓના દર્શન કરવાનુ કહેતા હતા. જે બાદ નાગાબાવાના રુપમા બેસેલા આરોપીઓ હિપનોટાઈઝ કરતા હતા. જે બાદ વટેમાર્ગુ પાસે રહેલ ઘરેણા, રોકડ અને મોબાઈલની ચોરી કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here