રાજકોટ : 3 ખાનગી હોસ્પિટલ હાઉસફૂલ, 14 પ્રાઇવેટ હોસ્પિટલમાં 444 પોઝિટિવ દર્દી દાખલ

0
6

રાજકોટ શહેરમાં મનપા દ્વારા મંજૂરી અપાયેલી 15 ખાનગી હોસ્પિટલો પૈકીની પરમ, વોકહાર્ટ અને સ્ટાર સિનર્જી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ 595 બેડ પૈકીના 444 બેડ ભરાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સાપેક્ષમાં ભરાયેલા બેડ વધુ છે. રાજકોટમાં વધતા જતા કોરોના સંક્રમણ સામે સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1561 બેડની સગવડતા ઉપલબ્ધ છે.

સરકારી-ખાનગી હોસ્પિટલમાં 782 બેડ જ ખાલી

સરકારી-ખાનગી હોસ્પિટલમાં 749 દર્દીઓ દાખલ થયા છે અને 782 બેડ ખાલી છે. શહેરની 15 ખાનગી હોસ્પિટલને કોરોના સારવારની મંજૂરી આપવામાં આવી છે. જે પૈકીની વોકહાર્ટ, પરમ અને સ્ટાર સિનર્જી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 540 બેડ સામે ગઇકાલે બુધવારે બપોર સુધીમાં 260 બેડ ભરાઈ ગયા હતા. કેન્સર હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયું છે. જેમાં 192 પથારીઓ સામે 54 હળવા કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓ દાખલ થયા છે.

રાજકોટ ગ્રામ્યની કોવિડ હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ સારવાર લઈ રહ્યાં છે.

રાજકોટ ગ્રામ્યની કોવિડ હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ સારવાર લઈ રહ્યાં છે.

રાજકોટ ગ્રામ્યમાં આટલા કોરોના દર્દી સારવાર હેઠળ

સાથોસાથ ગોંડલમાં 6, જસદણમાં 16 અને ધોરાજી સરકારી હોસ્પટલમાં 19 દર્દીઓ ઈન્ડોર પેશન્ટની સારવાર લઈ રહ્યાં છે. દરમિયાન શહેરની 15 ખાનગી હોસ્પિટલમાં હાલ 444 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે અને 151 બેડ જ ખાલી છે. પરંતુ કોરોના સારવાર કરતી પરમ, વોકહાર્ટ અને સ્ટાર સિનર્જીમાં કોરોનાના એક પણ બેડ ખાલી નથી. આ નવી લહેરમાં કોરોના દર્દીઓ સિવિલ કરતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વધુ વલણ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટમાં 24 કલાકમાં 11 દર્દીના મોત

રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરી વળતાં દર બે કલાકે 1 દર્દીનું મોત નીપજી રહ્યું છે. 24 કલાકમાં 11 દર્દીનાં મોત નીપજતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જોકે મોત અંગે આખરી રિપોર્ટ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ગઇકાલે 9 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. જોકે 9 પૈકી એક પણ દર્દીનું કોરોનાથી મોત ન થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 ટકા જ બેડ ખાલી. (ફાઇલ તસવીર)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 ટકા જ બેડ ખાલી. (ફાઇલ તસવીર)

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 19093 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 19093 પર પહોંચી છે તેમજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 956 પર પહોંચી છે. બુધવારે 129 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here