રાજકોટ : માર્કેટ યાર્ડમાં 3 હજાર બોરી ડુંગળીની આવક, ખેડૂતોને મણે 600થી 650 ભાવ મળી રહ્યો છે

0
4

રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં દરરોજ 3000 બોરી ડુંગળીની આવક નોંધાઇ રહી છે. ત્યારે માર્કેટ યાર્ડના પ્રમુખ ડી. કે. સખીયાએ જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસની સરકારે છૂટ આપતા ખેડૂતોને ભાવ વધુ મળી રહ્યા છે. હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના રૂ.600થી રૂ.650 મણનો ભાવ મળી રહ્યો છે.

આયાત પર ડ્યૂટી વધુ હોવાથી ખેડૂતોને ભાવ વધુ મળી રહ્યા છે

ડી.કે. સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે આની પાછળનું મુખ્ય કારણ ડુંગળીની આયાત પર ડ્યૂટી વધુ હોવાથી ખેડૂતોને ભાવ વધુ મળી રહ્યા છે. જો કે ગત વર્ષે ઉત્પાદન નિષ્ફળ ગયું હતું. જેથી આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન સારું થયું છે. ચાલુ વર્ષે પુષ્કળ ઉત્પાદન થતા ખેડૂતોને ડુંગળીમાં ઓછા ભાવ મળવાની શક્યતા વ્યક્ત કરી હતી.

નવી ડુંગળીની આવક રાજકોટ જિલ્લાના 180 ગામમાંથી થઇ રહી છે

નવી ડુંગળીની આવક આ વર્ષે મોડી શરૂ થઈ છે. વાવેતર વધ્યું હતું પરંતુ પ્રતિકુળ હવામાનના કારણે ડુંગળીમાં આ વર્ષે ઉતારો ઓછો આવ્યો છે. આજથી નવી ડુંગળીની આવક પૂરજોશમાં શરૂ થઈ છે. જે હવે મકરસંક્રાંતિ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ પણ જાન્યુઆરી માસના અંત સુધી આવક થશે. હાલમાં નવી ડુંગળીની આવક રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોમાંથી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here