Thursday, October 28, 2021
Homeરાજકોટ : કોન્સ્ટેબલે વર્દી પહેરી ફોર્ચ્યુનર કારના બોનેટ પર બેસી સિમ્બા સ્ટાઇલમાં...
Array

રાજકોટ : કોન્સ્ટેબલે વર્દી પહેરી ફોર્ચ્યુનર કારના બોનેટ પર બેસી સિમ્બા સ્ટાઇલમાં હીરોગીરી કરી, DCPએ તપાસના આદેશ આપ્યા

રાજકોટ: રાજકોટમાં એક પછી એક હીરોગીરી દેખાડતા પોલીસ કર્મચારીના વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. આજે પણ સોશિયલ મીડિયામાં પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીનો હીરોગીરી કરતો વીડિયો વાઇરલ થયો છે. આ કોન્સ્ટેબલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. પોલીસ વર્દીમાં કોન્સ્ટેબલનો આ વીડિયો સામે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે અંગે પુષ્ટી થઇ નથી. તેમજ રાજકોટનું હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ સત્તાવાર રીતે પોલીસે હજુ સુધી સમર્થન આપ્યું નથી.ડીસીપી રવિમોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા છે.

વીડિયોમાં શું દેખાય છે

વીડિયોમાં કોન્સ્ટેબલ ફોર્ચ્યુનર કારના બોનેટ પર ફિલ્મી સ્ટાઇલમાં બેઠો છે અને કોઇ કાર ચલાવી રહ્યું છે. બાદમાં રોડ પર પોતે કાર ચલાવતો નજરે પડે છે અને ચાલુ કારમાંથી ઉતરી ફિલ્મી સીનમાં જોવા મળી રહ્યો છે. હાલ તે ડી સ્ટાફમાં ફરજ બજાવી રહ્યો છે. જો કે આ ટીકટોક નથી પોતાનો પર્સનલ વીડિયો બનાવ્યો હતો. પરંતુ કાર પર બેસી પોલીસ ડ્રેસમાં આ રીતેની હીરોગીરીમાં પોલીસ શું પગલા લે તે જોવાનું રહ્યું.

ટીકટોક વીડિયોને લઇ બે પોલીસ મેનને સસ્પેન્ડ કરાયા

બે દિવસ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વેન પર બેસી પૂર્વ વોર્ડન શુભમ ઉકેડીયાએ ટીકટોકમાં વીડિયો બનાવ્યો હતો. ડીસીપી સૈનીએ તપાસ કરતાં એ.ડિવિઝનનો કોન્સ્ટેબલ નિલેશ પુના કુંગશિયા પીસીઆર ચલાવતો હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમજ બોનેટ પર બેસનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડિયા હોવાનું ખુલ્યું હતું. રોફ જમાવવા જે પીસીઆરવેનનો ઉપયોગ થયો હતો તે પીસીઆરનો ઇન્ચાર્જ કોન્સ્ટેબલ અમિત કોરાટ હતો, પીસીઆરનો ઇન્ચાર્જ અમિત કોરાટે પીસીઆર પોલીસમેન નિલેશ કુંગશિયાને હવાલે કરી લાપરવાહી દાખવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ડીસીપી સૈનીએ રિપોર્ટ રજૂ કરતાં જ કમિશનર અગ્રવાલે જવાબદાર બંને પોલીસમેન નિલેશ કુંગશિયા અને અમિત કોરાટને સસ્પેન્ડ કરી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments