રાજકોટ : જૈન દેરાસરમાં પૂજારી પાસેથી છરીની અણીએ બુકાનીધારી શખ્સે લૂંટ ચલાવી, ધરપકડ

0
11

રાજકોટ: શહેરના જાગનાથ જૈન દેરાસરના પૂજારી પાસેથી રવિવારે વહેલી સવારે 5 વાગ્યે છરીની અણીએ બુકાનીધારીએ લૂંટ ચલાવી હતી. આ અંગે જૈન અગ્રણી જીતુભાઇ ચાવાળાને જામ થતા દોડી ગયા હતા. તેમજ અંજલીબેન રૂપાણીએ એ ડિવીઝનમાં સમગ્ર મામલે ટેલિફોનિક વાતચીત કરી હતી. પોલીસે 2 કલાકમાં જ સીસીટીવી ફૂટેજના આધારે બુકાનીધારી શખ્સનું પગેરૂ મેળવી ધરપકડ કરી હતી અને લૂંટનો માલ પાછો અપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here