રાજકોટ : 17 લાખની લૂંટમાં લૂંટાયેલો કર્મી વિકલાંગ, લૂંટનારો એક હિન્દીમાં વાત કરતો હતો, છેલ્લે નવાગામ તરફ દેખાયા’તા

0
38

રાજકોટ: શહેરના જૂના બસસ્ટેન્ડ ઢેબર રોડ પર ગઇકાલે સોમવારે આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસની ઓળખ આપી ત્રણ શખ્સોએ 17 લાખ રોકડની લૂંટ કરી હતી. લૂંટાયેલો એક કર્મચારી વિપુલ પટેલ એક પગે વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે. લૂંટનારામાં એક શખ્સ હિન્દી બોલતો હતો. છેલ્લે રાજકોટના નવાગામ તરફ લૂંટારા દેખાયા હોવાનું જાણવા મળ્યું છે. લૂંટ આચરનારા ત્રણેય શખ્સોએ રેઇનકોટ પહેર્યો હતો.

આ રીતે લૂંટની ઘટના બની હતી

રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી પંકજ અને વિપુલ ગોંડલ ઉઘરાણીએ ગયા હતાં. ત્યાંથી પૈસા લઇ રાજકોટ પહોંચ્યા હતાં અને ઢેબર રોડ પર લૂંટની ઘટના બની હતી. બંને રિક્ષામાં બેઠા એ પછી સામે ઉભેલા એક શખ્સે પોલીસ તરીકે ઓળખ આપી થેલા ચેક કરવાની વાત કરી હતી અને થેલામાંથી 17 લાખ રૂપિયા લઇ પોતાના થેલામાં નાંખી ફરાર થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here