રાજકોટ : રાત્રે 2 વાગ્યે 4 ચિતા સળગી રહી , ત્યારે જ ફોન આવે છે કે 4 અંતિમસંસ્કાર કરવાના છે

0
7

અત્યાર સુધી કોરોનાના મૃતદેહોની અંતિમવિધિ માત્ર ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં થતી પણ તંત્ર પહોંચી ન વળતા નાછૂટકે લાકડાં પર અંતિમસંસ્કાર શરૂ કર્યા છે. રાત્રે 2 વાગ્યે શહેરના સ્મશાન પહોંચ્યા હતા તે જાણવા કે રાત્રે કેવી કપરી સ્થિતિમાં અંતિમસંસ્કાર થઈ રહ્યા છે. 80 ફૂટ રોડ પરના સ્મશાને ચાર ચિતા એક જ સાથે સળગી રહી હતી, એકને ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં મુખાગ્નિ અપાયો હતો. બે મૃતદેહ હજુ આવી રહ્યા છે તેવી વાતો થઈ રહી હતી. સ્વજનો નિરાશા સાથે બેસીને રાહ જોઈ રહ્યા હતા. આવા જ સમયે સ્મશાનની ઓફિસનો ફોન રણક્યો અને કર્મચારીને વિનંતી કરી કે અહીં 4 મૃતદેહ છે આવી સ્થિતિમાં કોઇપણ વ્યક્તિનું હૃદય પીગળી જાય, પણ સ્વયંસેવકોએ ભારે હૈયે એકપણ ચિતાની જગ્યા નથી તેવું ભારે હૈયે કહેવું પડ્યું.

રાજકોટમાં જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરણાંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ મૃતદેહોને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. સિવિલ કોવિડ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલના ગેટ પાસે ટેસ્ટ થઇ રહ્યા હતા, જ્યારે હોસ્પિટલની પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાતા હતા. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here