રાજકોટ : ભર ચોમાસામાં પગાર વધારાને લઇ મેલેરિયા વિભાગનાં કર્મચારીઓની હડતાળ, કમિશનરે કહ્યું 12 કલાકમાં હાજર નહીં થાય તો સસ્પેન્ડ

0
23

રાજકોટ:એક તરફ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. તેવામાં મનપાના અર્બન મેલેરિયા વિભાગનાં 200 કર્મચારીઓ પગાર વધારવા મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે 12 કલાકમાં જે કર્મચારીઓ નોકરી પર હાજર નહીં થાય તેને સસ્પેન્ડ કરાશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે.

200 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં
રાજકોટ મહાનગરપાલિકામાં મલેરિયા શાખા ઘરે ઘરે જઇને પોરાનાશક કામગીરી કરતા 200 કર્મચારીઓ મહેનતાણામાં વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારી તેમના નિર્ણય પર મક્કમ છે તેવી જ રીતે મ્યુનિ. કમિશનરે પણ તેમના મહેનતાણા ન ચૂકવી બ્લેકલિસ્ટ કરવા પર પણ મક્કમ છે. આ સાથે જ 12 કલાકમાં હાજર નહીં થાય તો સસ્પેન્ડ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

સરકારે નક્કી કરેલા ધોરણ મુજબ 200 રૂપિયા ચૂકવવા માંગ કરી
કર્મચારીઓના અગ્રણી કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી દૈનિક રૂ.100ના મહેનતાણા પર કામ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પરિપત્ર કરી વેતન 200 રૂપિયા કરવા કહ્યું છે, પણ રાજકોટ મહાનગરપાલિકા માનતી નથી. કર્મચારીઓ વધુ નહીં પણ સરકારે જે નક્કી કર્યું તે જ માંગી રહ્યા છે. કમિશનર મહેનતાણા નહીં ચૂકવે તો તે કિસ્સામાં કાનૂની લડાઈ લડાશે પણ હડતાળથી પીછેહઠ નહીં કરાય. કર્મચારીઓએ હડતાળના નિર્ણય પર મક્કમતા દર્શાવી છે તો સામે કમિશનર પણ પોતાના નિર્ણય પર અડીખમ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here