Friday, March 29, 2024
Homeરાજકોટ : મહિલા સશક્તિકરણને લઇને રાજકોટમાં અંજલીબેન રૂપાણીની હાજરીમાં મહિલા પોલીસની રેલી...
Array

રાજકોટ : મહિલા સશક્તિકરણને લઇને રાજકોટમાં અંજલીબેન રૂપાણીની હાજરીમાં મહિલા પોલીસની રેલી નીકળી

- Advertisement -

રાજકોટ: મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા પોલીસની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજલીબેન રૂપાણીએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં મહિલા અધિકારી પ્લાટુન, મહિલા ઘોડેસ્વાર પ્લાટુન, મહિલા જીપ્સી, મહિલા કમાન્ડો ટ્રાફિક વોર્ડન પ્લાટુન, મહિલા સ્મોલ વેપન પ્લાટુન, ખાલી હાથ મહિલા પ્લાટુન તેમજ શાળાની વિદ્યાર્થિનીઓ પણ આ રેલીમાં જોડાઇ હતી.

મહિલાને સુરક્ષિત બનાવતી માર્ગદર્શિકા પુસ્તકનું વિતરણ કરાયું

આ કાર્યક્રમમાં સાયબર સુરક્ષિત મહિલા, બેટી કો બચાવો સાયબર ક્રાઇમ સે નામની સાયબર ક્રાઇમથી મહિલાને સુરક્ષિત બનાવતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા સુરક્ષા માર્ગદર્શિકા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સામાજીક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને અંજલીબેનના હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular