રાજકોટ : વડોદરામાં બાળકો દૂધ-ભોજન વિના ટળવળે છે, ‘સંવેદનશીલ’ CM રાજકોટમાં બર્થ ડે ઉજવે છે

0
21

રાજકોટ: આજે વિજય રૂપાણીનો જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા છે. પત્ની અંજલીબેન સાથે વિજય રૂપાણીએ મહાદેવની પૂજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા. બાદમાં આજીડેમ પાસે વૃક્ષારોપણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, વડોદરામાં દીવાલ ધરાશાયી થઇ તેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. તે તમામ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય આપવામાં આવશે. એક તરફ વડોદરામાં પૂરને કારણે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો દૂધ-ભોજન વિના ટળ વળી રહ્યા છે, તો બીજી તરફ ‘સંવેદનશીલ’ મુખ્યમંત્રી રાજકોટમાં વૃક્ષા રોપણ સહિત અન્ય કાર્યક્રમો યોજી જન્મદિવસ ઉજવી રહ્યા છે.

ઘરવખરી તણાઇ તેવા લોકોને ધારાધોરણ મુજબ સહાય અપાશે

રાજકોટ આવેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દીવાલ ધરાશાયીમાં જે 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમને 4-4 લાખની સહાય આપવામાં આવશે. જે લોકોની ઘર વખરી તણાઇ ગઇ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.

દીકરીઓની સંખ્યા ઘટે તે ચિંતાનો વિષય: વસાવા

વન મંત્રી ગણપત વસાવા રાજકોટમાં છે ત્યારે તેણે જણાવ્યું હતું કે, દીકરીઓની સંખ્યા ઘટે તે ચિંતાનો વિષય છે. જેથી વ્હાલી દીકરી યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here