રાજકોટ:શહેર પોલીસે ચમડી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપીની પૂછપરછમાં તેણે 5 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી છે. જ્યારે ભુતકાળમાં 25 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાની પણ કબૂલાત આપી છે. આરોપીઓએ ચેન સ્નેચિંગ કરી મુદ્દામાલ વહેચી નાખતાં હતા. આરોપીઓએ સોનાના દાગીના વેચીને રૂપિયા કમાતા હતા. જો કે પોલીસે સોની વેપારીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી પ્રક્રિયા શરૂ કરી છે. મહત્વનું છે કે ચેન સ્નેચિંગની ઘટનાઓ CCTVમાં કેદ થતાં પોલીસે CCTVના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓના નામ
- શક્તિભાઈ ઉર્ફ ટબુડી વિનુભાઈ સોલંકી
- રમેશ ઉર્ફ ઉદય ભનુભાઈ પરમાર
- વિજય રાયચંદભાઈ પરમાર
- મહેશ ઉર્ફ કારી કરશનભાઈ ડેડણીયા
- ગૌતમ ઉર્ફ વાસું જેન્તીભાઈ સીંગાળા
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ મુખ્યત્વે રસ્તા પર જતી એકલી મહિલાઓને શિકાર બનાવતા હતા.કારણકે મહિલાઓએ મોટા ભાગે વધુ પ્રમાણમા સોનુ પહેર્યુ હોવાથી તેમને ટાર્ગેટ કરવામા આવતા હતા. ત્યારે સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ પણ પોલીસના હાથે લાગતા
આરોપીઓ સુધી પહોંચવામા સફળતા મળી છે.