અમરનાથ યાત્રાએ ગયેલા રાજકોટનાં યુવાનો કાશ્મીરમાં ફસાયા, 100 રૂ.નું પાણી, દર્શન ન થયાનો વસવસો

0
11

રાજકોટ:કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા બંધ કરાવી તો દીધી પરંતુ તેનાથી રાજકોટના યુવાનો સહિતના અસંખ્ય પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાઈ ગયા છે. મોદી સરકાર કાંઈક નવાજૂની કરવાની છે તેવી અટકળો વચ્ચે સૌરાષ્ટ્ર અને ખાસકરીને રાજકોટના લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. આ પ્રવાસીઓ પાસે સ્થાનિક લોકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને પાણીની રૂ. 20ની એક બોટલનાં રૂ. 100 પડાવી રહ્યા છે.

પ્રાઇવેટ કારમાં ગયા છે, 100 કાર મિલીટરીનાં કાફલા સાથે રવાના કરાય છે
રાજકોટનાં કાલવાડ રોડ પર રહેતા બિલ્ડર મનન ત્રિવેદી તેમના મિત્રો સાથે અમરનાથ રવાના તો થયા હતા પરંતુ પહોંચી શક્યા નથી.  અમે પાંચ દિવસથી એક જ સ્થળે છીએ. મિલિટ્રી અમને જગ્યા છોડવા દેતી નથી. જમ્મુમાં એક પાણીની બોટલનાં 100 રૂપિયા લેવામા આવે છે. ભંડારા સિવાય જમવાના પૈસા દેતા પણ લાંબી લાઇનો જોવા મળી રહી છે. આગળ જવાની મનાઇ આવી ગઇ છે. અમારી પ્રાઇવેટ કાર છે પણ મિલિટ્રી કોન્વોયમાં 100 કાર જ રવાના કરવા દેવામાં આવે છે. આજે સાંજે અમારો વારો આવશે.

થોડો ભયનો માહોલ, શરૂઆતમા કહેવાયુ કે ભારે વરસાદને લઇ રસ્તો બંધ છે પછી આતંકવાદની વાત
મનનભાઈએ ઉમેર્યું હતું કે અમે કાશ્મીર પહોંચ્યાં ત્યાંસુધી સરકારની કોઇ જાહેરાતની ખબર ન હતી અને અચાકન ચારે બાજુ મિલિટ્રી ફોર્સ વધવા લાગી. જ્યાં જુવો ત્યાં જવાન દેખાવા લાગ્યા અને લોકોને અમરનાથ ન જવા જણાવાયું, સૌ કોઇ પુછતા હતાં, ત્યારે જણાવાયુ કે આગળ રસ્તો બંધ છે ભારે વરસાદ છે. પછી થોડીવારમાં નવી ખબર આવી કે આતંકવાદી હુમલો થવાની ભીતિ છે. જેને લઇ થોડા ભયનો જોવા મળ્યો હતો અને શ્રધ્ધાળુઓ યાત્રા અધુરી મુકી પરત ફરવા લાગ્યા હતાં.

સતત ચેકિંગ થઇ રહ્યું છે, મોદી કંઇક કરશે તેવી ચર્ચાનો માહોલ
જમ્મું કાશ્મીરનાં માહોલનાં પ્રત્યક્ષદર્શી રાજકોટનાં યુવાન જણાવે છે કે, હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં જુવો ત્યાં જવાનોનો કાફલો ખડકાઈ ગયો છે. સતત ચેકિંગ થઇ રહ્યું છે. પ્રાઇવેટ કાર, બસ અથવા તો ચાલીને જતા હોય તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શ્રદ્ધાળું સહિત લોકોમાં મોદી કંઇક નવું કરેશે તેવી ચર્ચા જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here