Wednesday, September 28, 2022
Homeગુજરાતરાજકોટ : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55 કેસ નોંધાયા

રાજકોટ : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55 કેસ નોંધાયા

- Advertisement -

રાજકોટ શહેરમાં તહેવારના દિવસો પૂર્વે જ ફરી કોરોનાએ માથુ ઉંચકતા તહેવારના દિવસોમાં ફરી ચિંતા વધી છે. શ્રાવણ માસ, લોકમેળો, સ્વાતંત્ર પર્વના કાર્યક્રમો ઉપર જ કેસમાં વધારો થતા છેલ્લા એક મહિનામાં 950થી વધુ કેસ નોંધાઇ ગયા છે. આ સામે ઓછામાં ઓછું હોસ્પિટલાઇઝેશન અને ઘરે જ દર્દીઓ સ્વસ્થ થવાથી સામે રાહત પણ છે. પરંતુ એ સિવાય સિઝનલ રોગચાળા અને હવે જામનારી ભીડ વચ્ચે લોકોએ જ સતર્ક રહેવું પડે તેમ છે. કારણ કે સરકાર દ્વારા માસ્ક સહિતના તમામ નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે નવા 55 કેસ નોંધાય હતા. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 64954 પર પહોંચી છે.

આ દરમ્યાન છેલ્લા બે ત્રણ દિવસથી સરેરાશ કરતા કોરોનાના કેસ થોડા ઘટી રહ્યા છે. તે સામે ટેસ્ટીંગની સંખ્યા પણ ઘટીને ત્રણ આંકડામાં આવી ગઇ હોય, ઓછા ટેસ્ટીંગના કારણે તો ટેસ્ટ ઘટતા નથી ને તેવો પ્રશ્ન જાગૃત લોકોમાં ઉઠી રહ્યો છે. વધુમાં આ વખતે લગભગ ખુબ હળવી અસરવાળા વાયરસ હેઠળ પણ 324 દર્દી સારવારમાં છે. તો ઓગષ્ટમાં બે વૃધ્ધાના જીવ પણ (અન્ય બિમારી સહિત) ગયા હતા તે નોંધનીય છે.

જુલાઇ માસથી રાજકોટમાં જાણે કોરોનાની નવી લહેર શરૂ થઇ ગઇ હોય તેવી સ્થિતિ હતી. એકાએક કેસમાં ઉછાળો આવતા લોકો ધ્રુજયા હતા. પરંતુ દર્દીઓને દાખલ કરવા પડે તેવી સ્થિતિ બહુ આવી નથી. એક દિવસ તો 24 કલાકમાં 84 કેસ નોંધાઇ ગયા હતા. 40 ઉપર તો ઘણા દિવસ કેસ નોંધાતા રહ્યા છે. તા. 8 જુલાઇથી તા. 10 ઓગષ્ટ સુધીમાં કોરોનાના 975 જેટલા કેસ નોંધાઇ ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular