રાજકોટ : લાઇટ કેમ જતી રહે છે? કહી કુવાડવામાં 2 શખ્સે PGVCL કચેરીમાં છરી વડે તોડફોડ કરી, દાદાગીરીનો વીડિયો વાઈરલ

0
32

રાજકોટ:ગઇકાલે સાંજે વરસતા વરસાદમાં કુવાડવામાં જ રહેતાં ડૉક્ટરનાં પુત્રએ અને રીઢા ગુનેગારની છાપ ધરાવતાં મુળ થાનનાં કાઠી શખ્સે પીજીવીસીએલ કચેરીમાં જઇ ‘ગામમાં લાઇટ કેમ જતી રહે છે?’ કહી ધમાલ મચાવી પીજીવીસીએલના નાયબ ઇજનેરને ગાળો આપી હતી. આ સાથે જ મારી નાંખવાની ધમકી આપી છરીથી ઓફિસમાં તોડફોડ કરી હતી. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે.

ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું
બનાવ અંગે પોલીસે કાલાવડ રોડ કોટેચા ચોક સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાછળ ટાગોરનગર-3માં રહેતાં અને કુવાડવા પીજીવીસીએલ સબ ડિવીઝનમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં આલાપ નૈષધભાઇ વોરાની ફરિયાદ પરથી કુવાડવા ગામમાં રહેતાં હિતેષ ઉર્ફ ધર્મેશ ઉર્ફ ડોક્ટર રજનીકાંત સોલંકી (કોળી) તથા મુળ થાનના રાજુ ઉર્ફ કનુ કાઠી સામે ગુનો નોંધ્યો છે.

આરોપી અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે
નાયબ ઇજનેર આલાપ વોરા સાંજે સવા પાંચેક વાગ્યે કુવાડવા ગામની પીજીવીસીએલ કચેરીએ હતાં. ત્યારે ત્યારે હિતેષ ઉર્ફ ડોકટર અને રાજુ ઉર્ફ કનુ કાઠી આવ્યા હતાં અને ગાળાગાળી કરી ગામમાં ઘડીએ-ઘડીએ લાઇટ કેમ જતી રહે છે? કહી ફરજમાં રૂકાવટ કરી મારી નાંખવાની ધમકી આપી હતી અને ઓફિસમાં છરી વડે તોડફોડ કરી હતી. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી સકંજામાં લીધા હતા. જે પૈકી રાજુ ઉર્ફ કનુ કાઠી વિરૂદ્ધ અગાઉ ખંડણી, 307, મારામારીનાં ગુના નોંધાયા છે અને પેરોલ જમ્પ પણ કરી ચૂક્યો છે. હિતેષ સોલંકીના પિતા રજનીકાંત સોલંકી ડોક્ટર હતાં. એ કારણે હિતેષ પણ ડોકટરના નામે ઓળખાય છે. હાલ પોલીસે બંનેને કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here