રાજકોટ : સ્ટર્લિંગ, વોકહાર્ટને ‘મા’ અને ‘આયુષ્માન’ યોજનામાંથી કાયમી સસ્પેન્ડ કરી દેવાઇ

0
29

રાજકોટ: રાજકોટની વોકહાર્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલને રાજ્ય સરકારની મા યોજના અને કેન્દ્ર સરકારની આયુષ્માન યોજનામાંથી કાયમીપણે પાણીચું આપી દેવાયું છે. મા કાર્ડ કે આયુષ્માન કાર્ડધારકોએ હોસ્પિટલમાં સારવાર માટે એક રૂપિયો પણ ખર્ચ કરવાનો હોતો નથી. તમામ ખર્ચ સરકાર સીધો હોસ્પિટલને ચૂકવી આપે છે. જો કે આમ છતાં વોકહાર્ટ અને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી વધુ પૈસા ખંખેરવાની ગીધડ નીતિ અપનાવી રિપોર્ટ અને અન્ય ચાર્જ કાર્ડમાં ન આવતા હોવાનું કહી યેનકેન પ્રકારે દર્દીઓ પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. આ ઉપરાંત સરકારમાં પણ બિલ મુકાતા હતા.

કેન્સરગ્રસ્તોની થેરાપી ચાલી રહી છે તેની સારવાર પૂર્ણ કરવાની રહેશે

આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગને અનેક ફરિયાદો મળી હતી. 3 વખત નોટિસ પણ અપાઈ હતી. એકવાર કલેક્ટરે રૂબરૂ સૂચના આપી હતી. છતાં હોસ્પિટલ સુધરી ન હતી. સ્ટર્લિંગ હોસ્પિટલને તાજેતરમાં જ 5 દિવસ માટે સસ્પેન્ડ કરાઈ હતી. આમ છતાં બંને હોસ્પિટલોએ દર્દીઓને લૂંટવાનું અને સરકારને ખંખેરવાનું કામ ચાલુ રાખતા રાજ્ય સરકારે બંને હોસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી છે. હવે તે નવા કેસ સંભાળી શકશે નહીં તેમજ જે દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમજ કેન્સરગ્રસ્તોની થેરાપી ચાલી રહી છે તેની સારવાર પૂર્ણ કરવાની રહેશે. આ રીતે અન્ય કોઇ હોસ્પિટલ પણ કાર્ડ હોવા છતાં પૈસા ઉઘરાવતી હોય તો જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here