રાજકોટ : 24 કલાકમાં 6ના મોત, 9 કેસ પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 14 હજારને પાર, 399 દર્દી સારવાર હેઠળ

0
5

રાજકોટમાં 24 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે બપોર સુધીમાં 9 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 481 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 399 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરૂવારે 49 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

9 હજાર રસીનો જથ્થો બફર સ્ટોક તરીકે રખાયો

સિવિલ હોસ્પિટલ કેમ્પસના રીજનલ વેક્સિન સ્ટોરના વિભાગીય નાયબ નિયામક ડો. સતીષ મકવાણાએ કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિનના આવેલા કુલ 1 લાખ 20 હજારનાં જથ્થામાંથી અમદાવાદ કોર્પોરેશન સહિત સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં મળીને 1 લાખ 11 હજાર વેક્સિનનો જથ્થો મોકલી અપાયો છે, જ્યારે બાકીનો 9 હજાર વેક્સિનનો જથ્થો વેક્સિન સ્ટોર્સમાં બફર સ્ટોક તરીક રખાયો છે, જે જરૂર પડે ઉપયોગમાં લેવામાં આવશે.

કોરોના વેક્સિન આપવા અંગે આજે તંત્રની તૈયારી

રાજકોટમાં 77 હજાર ડોઝ કોરોના વેક્સિન આવી પહોંચી છે. કાલે શનિવારે પ્રથમ રસી આપવામાં શરૂ થશે. આજથી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.