Monday, October 25, 2021
Homeરાજકોટ : જિલ્લામાં ફરી સાવજોના ધામા, જેતપુરના પીપળવામાં મધરાત્રે 6 સિંહોએ 4...
Array

રાજકોટ : જિલ્લામાં ફરી સાવજોના ધામા, જેતપુરના પીપળવામાં મધરાત્રે 6 સિંહોએ 4 પશુનું મારણ કર્યુ

થોડા સમય પહેલા જેતપુરના જેતલસર પંથકના ટીંબડી ગામમાં સાવજોએ મોટી સંખ્યામાં ગાયોના મારણ કર્યા હતા. ત્યારબાદ જેતલસર સમગ્ર પંથકને વન વિભાગ દ્વારા સિંહોનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લો વનના રાજાને ગમ્યો હોય તેમ ફરી 6 સિંહનું જૂથ જેતપુર પંથકમાં આવી ચડ્યું છે. ગઇકાલે મોડીરાત્રે 6 સિંહોએ જેતપુરના પીપળવા ગામે 3 ગાય અને 1 બકરીનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જેતલસર પંથકને સિંહોનો વિસ્તાર જાહેર કરાયો

છેલ્લા ઘણા મહિનાઓથી સાવજો જેતલસર તથા આજુબાજુના વિસ્તારમાં મધરાત્રે અથવા ધોળા દિવસે લટાર મારવા નીકળી જાય છે. ત્યારે ગત રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ છ-છ સાવજો જેતલસર પંથકના પીપળવા ગામે ચડી આવ્યા હતા. આ સાવજો પશુપાલકના વાડામાં ત્રાટકી 3 ગાય અને એક બકરી એમ કુલ 4 પશુઓનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે.

જેતપુરના પીપળવા ગામે ત્રણ ગાયનું મારણ કર્યુ.

જેતપુરના પીપળવા ગામે ત્રણ ગાયનું મારણ કર્યુ.

ખેડૂતો અને પશુપાલકોમાં ડર

પશુપાલક દિલીપભાઈ ભનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, પોતાના ઘરની બાજુમાં ઢોર બાંધવા માટે વાડો બનાવ્યો છે. તેમાં ગત રાત્રે 3.30 વાગ્યે છ સિંહો ત્રાટકી ગાય-બકરીનું મારણ કર્યુ હતું. આ વાતની જાણ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરડીયાનો સંપર્ક કરવા પ્રયાસો કરાયા હતા. પરંતુ સંપર્ક શક્ય બન્યો નહોતો. ગામના સરપંચનો પણ સંપર્ક શક્ય ન બનતા ગ્રામજનોમાં કચવાટ જોવા મળ્યો હતો. સંબંધિત વનતંત્ર તાકીદે સિંહોનું લોકેશન મેળવી પશુપાલકો અને ખેડૂતોને સલામતિ બક્ષે તેવી અમારી માંગ છે.

અગાઉ 3 સિંહોએ રાજકોટ જિલ્લામાં ધામા નાખ્યા હતા

અગાઉ ગીર જંગલમાંથી વિખૂટા પડેલા ત્રણ સાવજોએ રાજકોટ જિલ્લામાં 45 દિવસ સુધી ધામા નાખ્યા હતા. રાજકોટના હલેન્ડા ગામથી ત્રણ સિંહો ફરતા ફરતા રાજકોટના આજીડેમ સુધી પહોંચી ગયા હતા. બાદમાં કોટડાસાંગાણી તાલુકાના ભાયાસર ગામના સીમ વિસ્તારમાં સાવજો પહોંચ્યા હતા. આ ત્રણ સાવજોએ 45 દિવસમાં 50થી વધુ પશુનું મારણ કર્યુ હતું. બાદમાં જુનાગઢથી ખાસ રેસ્ક્યૂ ટીમ સિંહોને પકડવા માટે આવી હતી. વન વિભાગની ટીમે આ ત્રણેય સાવજોને પકડી જૂનાગઢ લઇ ગઇ હતી. જોકે આ ત્રણેય સાવજોએ કોઇ માનવીને ઇજા પહોંચાડી નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments