રાજકોટ : જમ્મુ કાશ્મિરમાં 370 કલમ હટતા ખુશીનો માહોલ, વકીલો અને લોકોએ ફટાકડા ફોડી નિર્ણય વધાવ્યો

0
27

રાજકોટ: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળી હતી. બહુમતીથી કાશ્મીરના સદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ 370 હટાવવાનો નિર્ણય લેવાયો હતો.

 

જેને લઇ દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખુશીને વધાવવા માટે રાજકોટ શહેરના તમામ વકીલોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય દિલીપભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, લીગલ સેલના કન્વીનર હિતેશભાઈ દવે, ક્રિમિનલ બારના પ્રમુખ તુષારભાઈ બસલાણી ઉદાણીભાઈ તથા તમામ વકીલો દ્વારા ખુશીનો ઉત્સવ મનાવવા એકત્રિત થઇ ફટાકડા ફોડી દેશના શાસક પક્ષના આ નિર્ણયને આવકાર્યો હતો. રાજકોટના ત્રિશુલ ચોકમાં પણ લોકોએ ફટાકડા ફોડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here