અસર : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઇ પશ્ચિમ રેલવેની 5 ટ્રેન રદ કરાઈ અને ત્રણ ડાઇવર્ટ

0
54

રાજકોટ: દક્ષિણ ગુજરાત અને વડોદરામાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ઉતર્યા નથી. આ કારણે રેલ વ્યવહારને ભારે અસર થઇ છે. ટ્રેક પર પાણી ભરાયેલા હોવાથી ટ્રેન પસાર કરવામાં જોખમ હોય પશ્ચિમ રેલવેએ પાંચ ટ્રેન રદ કરી નાખી છે, જ્યારે 4 અંશત: રદ તેમજ 3 ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પહેલા રદ કરવામાં આવી હતી પણ પછી નિર્ણય ફેરવી તેને પોતાના નિયત સમય અને રૂટ મુજબ ચાલુ રાખવામાં આવી છે.

કંઇ ટ્રેન રદ થઇ

ટ્રેન નં. 22924 હમસફર એક્સપ્રેસ, 12268 રાજકોટ-મુંબઇ દુરંતો , 22945 સૌરાષ્ટ્ર મેલ, 12267 મુંબઇ રાજકોટ દુરંતો અને 19217 બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે, જ્યારે ટ્રેન નં. 22946 ઓખા મુંબઇ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અમદાવાદ સુધી અટકાવી પરત મોકલી દેવાઈ છે. 22992 વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ વડોદરા જ અટકાવી દેવાઈ છે અને ટ્રેન નં.22989 તરીકે બાન્દ્રા મહુવા એક્સપ્રેસ તરીકે આજે ઉપડી છે. ટ્રેન નં.16613 રાજકોટ-કોઇમ્બતુર એક્સપ્રેસ સુરત-ઉધના-જલગાઉના રૂટ પર ડાઇવર્ટ કરી દેવાઈ છે. 12905 પોરબંદર હાવડા એક્સપ્રેસ વડોદરા-ગોધરા-રતલામ-ભોપાલના રૂટ પર જ્યારે ટ્રેન નં. 22937 રાજકોટ-રેવા એક્સપ્રેસ વડોદરા-ગોધરા- રતલામ અને ભોપાલના રૂટ પર ડાઇવર્ટ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here