રાજકોટ : સૌરાષ્ટ્ર જનતા-હમસફર એક્સપ્રેસ રદ, ત્રણ ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરાયા

0
146

રાજકોટઃ વડોદરા અને મુંબઈમાં ભારે વરસાદને કારણે પરિવહન સેવા ખોરવાઈ છે. સૌરાષ્ટ્રમાંથી વડોદરા અને મુંબઈ રૂટ તરફ જતી કેટલીક ટ્રેનો સંપૂર્ણ તો કેટલીક આંશિક રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે તો કેટલીક ટ્રેનોના રૂટ ડાઇવર્ટ કરી દેવાયા છે, જ્યારે બીજી બાજુ એસ.ટી નિગમની તમામ બસો વડોદરા રૂટ પર નિયમિત રીતે દોડાવાઈ રહી છે. હાઈ–વે પર પાણી ભરાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો, પરંતુ સોમવારથી સૌરાષ્ટ્રમાંથી વડોદરા સહિતના રૂટ પૂર્વવત કરાયા છે અને એસ.ટીની એક્સપ્રેસ, ગુર્જરનગરી, વોલ્વો બસ દોડાવાઈ રહી છે. વડોદરામાં વરસાદને પગલે બાંદ્રા ટર્મિનસ-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ સોમવારે રદ કરાઈ હતી. સોમવારે રાજકોટથી ઉપડેલી દૂરંતો એક્સપ્રેસ પણ અમદાવાદ રોકી દેવાઈ હતી.

વરસાદને કારણે આટલી ટ્રેનોને અસર થઇ

  • 6 ઓગસ્ટની જામનગર-બાદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ.
  • બાંદ્રા ટર્મિનસ-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વરસાદને કારણે રદ.
  • બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ વરસાદને કારણે રદ.
  • જામનગર-સુરત ઇન્ટરસિટી વડોદરા રોકી દેવાઈ.
  • હાપા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ હાપા-અમદાવાદ વચ્ચે રદ.
  • ઓખા-એર્નાફુલમ ડાઇવર્ટ રૂટ વાયા આણંદ, રતલામ, ભોપાલ થઇને જશે.
  • પોરબંદર-કુચિવેલી ડાઇવર્ટ રૂટ વાયા થ્રીસર, સાલેમ, નાગપુર થઇને જશે.
  • તિરુનાવેલી-જામનગર ડાઇવર્ટ રૂટ વાયા થ્રીસર, ઈટારસી, જલગાંવ થઇ જશે.

નાસિક રૂટની એસ.ટી બસો સાપુતારા સુધી જશે
સૌરાષ્ટ્રના જુદા જુદા ડેપોમાંથી નાસિક રૂટની એસ.ટી બસો હજુ થોડા દિવસો સુધી સાપુતારા સુધી જ જશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નાસિક રૂટના રસ્તાઓ પર ભેખડ પડતા વાહન વ્યવહારને અસર થઇ છે. નાસિક રૂટ પર સ્લીપર અને એક્સપ્રેસ બસોને હાલ સાપુતારા સુધી જ દોડાવવા નિગમે નિર્ણય કર્યો છે. વડોદરા રૂટ પર હાઈ–વે પરથી પાણી ઓસરી જતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here