રાજકોટ : PSIની ઓળખ આપી યુવકે ભાવનગરની વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

0
36

રાજકોટ:ભાવનગર પંથકની એક વિધવા મહિલાને રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતાં પરિણીત શખ્સે પોતે PSI હોવાની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડની રિકવેસ્ટ મોકલી હતી. ફ્રેન્ડ બનાવ્યા બાદ લગ્નની લાલચ આપી રાજકોટની જુદી-જુદી હોટેલોમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. આ સાથે જ મહિલા પાસેથી ઓનલાઇન તથા ક્રેડિટ કાર્ડ મારફત કટકે-કટકે રૂપિયા અઢી લાખ પણ મેળવી લઇ છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ધવલે પોતે PSI હોવાનું કહી મહિલાને પ્રેમજાળમાં ફસાવી
ભાવનગર પોલીસે ‘ઝીરો’ નંબરથી રાજકોટ માધાપર ચોકડી નાગેશ્વર સોસાયટીમાં રહેતાં ધવલ રસિકભાઇ કારીયા અને તેની પત્ની એશા ધવલ કારીયા સામે ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર મહિલા વિધવા છે. તેણી ત્રણેક મહિના પહેલા રાજકોટ સગાને ત્યાં કામ અર્થે આવી હતી. તે વખતે ધવલ કારીયા સાથે ઓળખ થઇ હતી. જે તે વખતે ધવલે પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં PSI તરીકે નોકરી કરતો હોવાની વાત કરી હતી અને એ પછી આ મહિલાને ફેસબૂકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. તેણીએ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ ધવલે પોતે લગ્ન કરવા ઇચ્છે છે અને તેને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા છે તેવી ખોટી વાત કરી હતી. આ રીતે ધવલે વિધવાને પ્રેમજાળમાં ફસાવી હતી.

ધવલની પત્નીએ પણ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી
પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ધવલે ગત મે મહિનામાં રાજકોટ બસ સ્ટેશન પાસે તેજ પેલેસ હોટેલમાં બોલાવી બળજબરી કરી હતી. તેણીએ ઇન્કાર કરવા છતાં બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. એ પછી તારીખ 31 મેથી 2 જુન 2019 સુધીમાં લગ્નનાં આયોજનનાં બહાને રાજકોટ બોલાવી હતી અને લાખાજીરાજ રોડ પર શિવાંગી હોટેલમાં સતત ત્રણ દિવસ સુધી રાખી દુષ્કર્મ આચર્યુ હતું. તેમ ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ધવલે ઓનલાઇન 50 હજાર તથા ક્રેડિટ કાર્ડથી કટકે-કટકે મળી કુલ અઢી લાખ રૂપિયા પણ ભોગ બનનાર મહિલા પાસેથી મેળવી છેતરપીંડી કરી હતી. આ બાબતે ધવલની પત્ની એશાને ખબર પડતાં તેણીએ પણ પતિને ઠપકો આપવાને બદલે ભોગ બનનાર વિધવાને ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here