જમ્મુમાં ઈન્ટરનેટ સેવા ઠપ્પ, 40નાં કિલો શાકભાજી 90 રૂપિયામાં મળે છે

0
26

રાજકોટ:જમ્મુ-કાશ્મીરના અનુચ્છેદ 370 અંતર્ગત મળેલા વિશેષઅધિકારોને હવે હટાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ઘાટીમાં સુરક્ષાને વધારવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની સ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય. ત્યારે દિવ્યભાસ્કરે જમ્મુમાં રહેતા અચલ ભટ્ટ સાથે ટેલિફોનીક વાતચિત કરી હતી. જેમાં અચલ ભટ્ટે જણાવ્યું હતું કે હાલ જમ્મુમાં બધુ સામાન્ય છે. સ્થાનિકો પણ સામાન્ય જીવન જીવી રહ્યાં છે. શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. 40 રૂપિયાના કિલો શાકભાજી 90થી 100 રૂપિયામાં મળી રહ્યાં છે.

ચારે બાજુ CRPF જવાનો તૈનાત છે
આ સાથે જ કહ્યું કે 144ની કલમ યથાવત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુ મળે છે. પરંતુ ભાવ થોડો વધારી દેવામાં આવ્યો છે. 24 કલાક પહેલા 40 રૂપિયાના કિલો શાકભાજી મળતું હતું. વાહન વ્યવહારો ઠપ્પ થતાં શાકભાજીના ભાવ 90થી 100 રૂપિયા લેવામાં આવે છે. ચારે બાજુ CRPF જવાનો જ દેખાઈ છે. પરંતુ કાશ્મીરની કંઈક ખબર નથી. ઈન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દેવામાં આવી છે. પરંતુ કર્ફ્યૂ બાદ કાશ્મીરમાં જરૂર કંઈક નવા જુની થશે તેવું લાગી રહ્યું છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા અચલભાઈની પુત્રી અમદાવાદમાં રહીને અભ્યાસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here