Saturday, April 20, 2024
Homeરાજકોટ : મંજૂરી વિના પ્રાણીના શો કરતું સર્કસ બંધ કરાવાયું લાઈસન્સ તો...
Array

રાજકોટ : મંજૂરી વિના પ્રાણીના શો કરતું સર્કસ બંધ કરાવાયું લાઈસન્સ તો બે વર્ષ પહેલાં જ રદ થયાનું ખુલ્યું!

- Advertisement -

રાજકોટઃ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચાલી રહેલા ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં પ્રાણીઓનો શો ગેરકાયદેસર રીતે કરાતો હોવાની જિલ્લા કલેક્ટરને મળેલી ફરિયાદના પગલે પ્રાંત અધિકારી ડી.પી. ચૌહાણે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને તેમાં પ્રાણીઓના શો ગેરકાયદેસર કરાતા હોવાનું બહાર આવતા તાત્કાલિક ધોરણે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સર્કસને બંધ કરાવી દીધું હતું. બીજીબાજુ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાએ વધુ તપાસ હાથ ધરતા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ 2017માં જ ગ્રેટ ગોલ્ડન સર્કસનું લાઇસન્સ રદ કરી નાખ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી.

તમામ પ્રાણીઓને સીઝ કર્યા
રાજકોટના વાઇલ્ડ એન્ડ નેચર ટ્રસ્ટ દ્વારા મંગળવારે પોલીસમાં ગ્રેટ ગોલ્ડન સર્કસમાં ગેરકાયદેસર રીતે પ્રાણીઓના શો કરાવવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે આ બાબતની ફરિયાદ વહીવટી તંત્રને કરવાનું કહેવામાં આવતા બુધવારે જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે પ્રાંત અધિકારી ડી.પી. ચૌહાણે બુધવારે બપોરે સર્કસમાં મંજૂરી વગર પ્રાણીઓના ગેરકાયદે શો કરવા અંગે એ ડિવિઝન પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને ફોરેસ્ટ વિભાગ, પશુપાલન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને બોલાવી તમામ પ્રાણીઓ સીઝ કર્યા હતા.

સર્કસનું લાઇસન્સ રદ થયેલું હતું
પ્રાંત અધિકારી ડી.પી.ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રેટ ગોલ્ડન સર્કસમાંથી બે હાથી, 11 પોમેરિયન કૂતરાં અને 17 જેટલા પોપટ સહિતના પક્ષીઓ મળી આવ્યા હતા. જેમાંથી હાથી કબજે કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે જ્યારે 11 કૂતરાં અને 17 પક્ષીઓ ઝૂમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે ઇસ્યૂ કરેલા પર્ફોર્મન્સ લાઇસન્સમાં પણ સર્કસના શોમાં પ્રાણીઓના શો કરવા અંગેની કોઇ મંજૂરી આપવામાં ન આવ્યાનું બહાર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાની વિશેષ તપાસમાં ગ્રેટ ગોલ્ડન સર્કસનું લાઇસન્સ જ રદ કરી નાખવામાં આવ્યાનું અને તેઓ હાઇકોર્ટમાં ગયાનું બહાર આવ્યું છે. જો કે તેમની પાસે કોઇજાતનો સ્ટે નથી.

મેનેજરે દાદાગીરી કરવા પ્રયાસ કર્યો
પ્રાંત અધિકારીએ હાથી, કૂતરાં અને પક્ષીઓ સીઝ કરવા આદેશ કરતા સર્કસના મેનેજરે ‘નોટિસ આપવી હોય તો આપો, પ્રાણી કબજે કરવા નહીં દઉં’ તેવો સીન નાખવા પ્રયાસ કરતા પ્રાંત અધિકારી અને પીઆઇ એન.કે.જાડેજાએ તેની સામે લાંલ આંખ કરી હતી અને પૂરી દેવાનું કહેતાં જ મેનેજર પાણીમાં બેસી ગયો હતો.

પોપટની પાંખો કાપી નાખી
સર્કસના નિષ્ઠુર સંચાલકોએ કૂતરાઓ પાસે ખેલ કરાવવા માટે તેમના પગ વાંકા કરી નાખ્યા હતા અને પોપટ સહિતના પક્ષીઓ ઊડી ન જાય તે માટે તેમની પાંખો કાપી નાખ્યાનું બહાર આવ્યું છે.

RFOની આડોડાઇથી પ્રાંત અધિકારી વિફર્યા
સર્કસમાં બે હાથી સીઝ કરવા માટે તેનું પંચનામું કરવા સહિતની કામગીરી સોંપાઈ હોવા છતાં આરએફઓ કામગીરી કરતા ન હોય અને ઊંધા ચશ્માં પહેરાવવાનો પ્રયાસ કરતા પ્રાંત અધિકારી ચૌહાણ વિફર્યા હતા અને એક તબક્કે આ બાબતે કલેક્ટરને ફરિયાદ કર્યા બાદ પંડ્યાને ‘કામગીરી નહીં કરો તો અંદર નાખી દઇશ’ તેમ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular