આપવીતી : મેં જમ્મુમાં રાષ્ટ્રધ્વજના સન્માનની વાત કરતા રાતોરાત નોકરીમાથી કાઢી મુક્યો, રાતોરાત જમ્મુ છોડ્યું હતું

0
30

રાજકોટ: મને યાદ છે, ડ્રગ્સ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ટેકનિશીયનની નોકરી મળી હતી. એક દિવસે નોકરીમાથી પરત ફરી રહ્યો હતો ત્યારે એક કોલેજમાં ફંક્શન ચાલી રહ્યું હતું. તે ફંક્શનમાં જોયું કે જમ્મુ કાશ્મીર રાજ્યના ધ્વજને ભારતના રાષ્ટ્રધ્વજ કરતા વધુ મહત્વ આપવામાં આવી રહ્યું હતું. જે વાતનો મેં વિરોધ કરતા મને નોકરીમાંથી બરતરફ કરવામા આવ્યો હતો. સાથોસાથ પોલીસે મારી અટકાયત પણ કરી હતી. મારા ધરપકડના ડરથી મેં રાતોરાત જમ્મુ છોડી પઠાણકોટ જતો રહ્યો હતો. આ શબ્દો છે રાજકોમાં 50 વર્ષથી રહેતા કૃષ્ણકુમાર શર્માના.

જમ્મુ કાશ્મીરમાં કલમ હટતા શર્મા પરિવાર ખુશ

રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી એક એવી વ્યક્તિ પણ રહે છે કે જેને ભારતના રાષ્ટ્રધ્વજના સન્માન માટે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. રાતોરાત તેમને જમ્મુ કાશ્મીર પોલીસના ડરથી જમ્મુ છોડી પઠાણકોટ આવવું પડ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માનની વાત કરતા નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતા. હાલ રાજકોટમાં રહેતા કૃષ્ણકૃમાર શર્મા અને પુષ્પા શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો. બંનેના પિતા એકબીજાના મિત્રો હતા. કૃષ્ણકૃમાર શર્માએ બિએચસીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમને ડ્રગ્સ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ટેકનિશીયનની નોકરી મળી હતી. જો કે આ કલમ દૂર થતા શર્મા પરિવાર ખૂબ જ ખુશ છે જે આજથી બે ત્રણ દાયકા પહેલા થવું જોઇતું હતું તે હવે થયું તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. હવે ત્યાં આન બાન શાનથી ભારતના તિરંગાને માન મળશે.

ફરી ધરપકડ કરી લેશે તે ડરથી રાતોરાત જમ્મુ છોડ્યું હતુ

કૃષ્ણકુમારે એ રાત વિશે પણ વાત કરી કે, કંઈ રીતે તેઓ પોલીસ સ્ટેશનેથી છૂટ્યા બાદ પોતાના મામાના ઘરે પઠાણકોટ પહોંચ્યા હતા. કારણ કે પોલીસ તેમની પાછી ધરપકડ કરી લેશે તેઓ તેમને ડર સતાવતો હતો. જેના કારણે તેઓ પઠાણકોટ પહોચ્યા હતા. કારણ કે તેમને ખ્યાલ હતો કે જમ્મુ કાશ્મીરના કાયદા પઠાણકોટમાં લાગુ નહીં પડી શકે. તેમના મામાના પ્રયત્નો થકી તેમને અમૃતસર મેડિકલ કોલેજમાં ટેકનિશીયન તરીકેની નોકરી મળી હતી. છેલ્લા 50 વર્ષથી કૃષ્ણકુમાર શર્મા અને તેનો પરિવાર રાજકોટમા રહે છે. રાજકોટમા તેમણે ડિસ્ટ્રીક્ટ મેલેરીયા ઓફિસર તરીકેની જવાબદારી નિભાવી છે. તો પોતાના નિવૃત્તિ બાદ પણ રાજકોટ જ રહેવાનું પસંદ કર્યું છે. તેમના સગા નાનાભાઈ જમ્મુમાં જ સ્થાયી છે. કૃષ્ણકુમારનું ઘર પણ જમ્મુમાં જ આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here