રાજકોટ : જન્માષ્ટમીનાં તહેવારો પર મુંબઈ જવા માટે માત્ર 17 ટ્રેન, ફ્લાઈટની તંગી

0
32

રાજકોટ: સૌરાષ્ટ્રમાંથી લાંબા અંતરની મોટાભાગની ટ્રેનોમાં લાંબા વેઈટિંગ લિસ્ટ જોવા મળે છે. પ્રવાસન કે ધાર્મિક સ્થળે ફરવા જવામાં પ્રવાસીઓને હવે કન્ફર્મ ટિકિટ મળવી અસંભવ છે. જેમાં તમે રાજકોટથી મુંબઈ જવાનો પ્લાન કરી રહ્યાં હોય તો પણ જન્માષ્ટીના તહેવારો પર તમને માત્ર 17 ટ્રેન જ મળશે. સામે ફ્લાઈટની પણ તંગી છે. કારણ કે રાજકોટથી મુંબઈ જવા જન્માષ્ટમીના સમયે યાત્રિકોને સપ્તાહમાં ત્રણ જ દિવસ મુંબઈ જવા ફ્લાઈટ મળશે. આ સાથે જ ફ્લાઈટના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. આ સાથે જ વરસાદી માહોલમાં રેલવેમાં પાણી ભરાઈ જવાના કારણે કેટલીક ટ્રેનો રદ્દ પણ થાય તેવી શક્યતા છે.

રાજકોટ આવતી-જતી વિવેક એક્સપ્રેસ સહિત 6 ટ્રેન રદ
સેન્ટ્રલ રેલવેમાં પાણી ભરાઈ જવા અને રેલવે ટ્રેન ધોવાઇ જવાને કારણે રેલવે વ્યવહારને માઠી અસર પહોચી છે. રાજકોટ રેલવે ડિવિઝનમાંથી આવતી-જતી વિવેક એક્સપ્રેસ સહિત 6 ટ્રેનને રદ કરી દેવી પડી છે. કેટલીક ટ્રેનોના સમયમાં અને રૂટમાં ફેરફાર કરવા પડ્યા છે. લાંબા અંતરની ઘણી ટ્રેનો હાલ જ્યાં પાણી ભરાયા છે કે ટ્રેક ધોવાઇ ગયા છે તેનાથી ડાયવર્ટ રૂટ પર દોડી રહી છે. રેલવે પ્રસાશન પણ આ મુશ્કેલી નિવારવા પ્રયત્નો કરી રહ્યું છે. ટ્રેનો રદ થવાથી કે ડાયવર્ટ થવાથી હજારો યાત્રિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે ત્યારે તારીખ 8થી 11 ઓગસ્ટ દરમિયાન રાજકોટ રેલવે ડિવિઝનમાંથી આવતી-જતી 6 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી દેવાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here