રાજકોટ : પ્રોફેસર પંચાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના કુલપતિ પાસે ખોળો પાથર્યો ‘મારે મળવું છે’, 20મીએ VC સમક્ષ હિયરિંગની તક

0
21

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બાયોસાયન્સ ભવનમાં પીએચ.ડી. કરતી વિદ્યાર્થિનીની પજવણીના કિસ્સામાં ડિસમિસ થયેલા પ્રોફેસર ડો.નિલેશ પંચાલે કુલપતિને પત્ર લખી આજીજી કરી હતી કે, ‘મારે તમને રૂબરૂ મળવું છે અને રજૂઆત કરવી છે.’ જેના અનુસંધાને કુલપતિએ તેમને 20મીએ હિયરિંગ માટે બોલાવ્યા છે.

રજૂઆતની એક તક આપવા માટે બોલાવાયા છે:VC
કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, એન્ટિ સેક્સ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલ અને નિવૃત્ત જજના તપાસ રિપોર્ટના આધારે ડો.નિલેશ પંચાલને ડિસમિસ કરી નાખવાનો નિર્ણય સિન્ડિકેટ દ્વારા લેવામાં આવ્યો છે. મને ડો.નિલેશ પંચાલે પત્ર લખ્યો હતો કે, ‘મારે રૂબરૂ રજૂઆત કરવી છે’ આથી તેને રજૂઆતની એક તક આપવા બોલાવાયા છે. જોકે ડો.પંચાલને ડિસમિસ કરવાનો સિન્ડિકેટનો નિર્ણય યથાવત્ જ રાખવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here