જન્માષ્ટમીમાં ગોવા, આબુની ટ્રેનના બુકિંગ ફુલ થઈ ગયાં, એક્સ્ટ્રા બસો દોડાવાશે

0
28

રાજકોટ: જન્માષ્ટમીમાં ફરવા જવા માટે જો અગાઉથી પ્લાન નથી કર્યો તો હવે ફરવા જવાનું મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાંથી લાંબા અંતરની મોટાભાગની ટ્રેનોમાં લાંબા વેઈટિંગ લિસ્ટ જોવા મળે છે. પ્રવાસન કે ધાર્મિક સ્થળે ફરવા જવામાં પ્રવાસીઓને હવે કન્ફર્મ ટિકિટ મળવી અસંભવ છે. હરવા-ફરવામાં ગુજરાતીઓ હંમેશાં અગ્રેસર હોય છે. આ વખતે જન્માષ્ટમીમાં ફરવા જવા માટે ગોવા અને આબુ જેવા સ્થળોએ યાત્રિકોનો સારો એવો ધસારો હોવાનું ટ્રેનોમાં વેઈટિંગ જોઈને લાગી રહ્યું છે. દર વર્ષે સાતમ-આઠમ ઉપર ગુજરાતીઓ જુદા જુદા પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ ફરવા ઉપડી જતા હોય છે. આ વર્ષે પણ લાંબા અંતરનું ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ જોતા લોકોએ અગાઉથી જ ફરવા માટેના આયોજનો કરી લીધા હોવાનું પ્રતિત થાય છે. પોરબંદર-મુઝફ્ફરપુર, પોરબંદર-હાવડા, હાપા-મડગાંવ સહિતની ટ્રેનોમાં લાંબું વેઈટિંગ જોવા મળે છે.

સોમનાથ-દ્વારકા જવા ટ્રેનોમાં ભીડ, એક્સ્ટ્રા બસો દોડાવાશે
લાંબા રૂટની ટ્રેનોમાં દૂર પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા એડવાન્સ બુકિંગમાં લાંબું વેઈટિંગ છે, જ્યારે ગુજરાતમાં જ સોમનાથ, દ્વારકા, સાસણ-ગીર, દીવ, અંબાજી-સાપુતારા સહિતના સ્થળો જેવા ટ્રેનના જનરલ કોચમાં જન્માષ્ટમી દરમિયાન ભારે ભીડ રહેશે, પરંતુ બીજી બાજુ યાત્રિકોના ધસારાને પહોંચી વળવા રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા આ વર્ષે પણ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા એક્સ્ટ્રા બસો દોડાવશે .

મુંબઈ જવા 17 ટ્રેન, 5 ટ્રેન રોજ: ફ્લાઈટની તંગી
રાજકોટથી મુંબઈ જવા જન્માષ્ટમી સમયે પણ યાત્રિકોને સપ્તાહમાં ત્રણ જ દિવસ મુંબઈ જવા ફ્લાઈટ મળશે, જ્યારે ટ્રેન મારફત મુંબઈ જવા સપ્તાહમાં 17 ટ્રેન રાજકોટથી ઉપડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here