ધરપકડ : રાજકોટનાં વેપારી સાથે વડોદરાનાં પિતા-પુત્રએ 1.06 કરોડની છેતરપિંડી કરી

0
33

રાજકોટ:રાજકોટના વેપારી પાસેથી રૂ.1.06 કરોડની કિંમતની ખીલાસરીની ખરીદી કર્યા બાદ વડોદરાના પિતા-પુત્રએ રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે વડોદરાના પિતા-પુત્રને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે. કાલાવડ રોડ, કૈલાસ કેવલમ ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર રમેશચંદ્ર એન્ડ કંપની, ડીએન્ડી માર્કેટિંગના નામની પેઢી ધરાવતા નૈનેશભાઇ રતિલાલ દાવડા નામના વેપારીએ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા રજનીકાંત ઉર્ફે રાજુ કાંતિલાલ શાહ અને તેના પુત્ર રૂષભ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પિતા-પુત્રએ નાણાં ચૂકવવાને બદલે વાયદાઓ આપતાં હતાં
ફરિયાદ મુજબ, આરોપી વડોદરામાં આર.આર.ટ્રેડિંગના નામથી પેઢી ધરાવતા ઉપરોક્ત આરોપી પિતા-પુત્રએ અમારી પેઢીના સેલ્સમેનને રૂ.10.62 લાખની કિંમતના ખીલાસરીનો ઓર્ડર આપ્યો હતો. જે માલ સામે આરોપીઓએ રકમ ચૂકવી આપી વિશ્વાસ કેળવ્યો હતો. દરમિયાન ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એમ બે મહિનામાં કુલ રૂ.1,06,41,367નો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યા બાદ નાણાંની ઉઘરાણી કરી હતી. મોબાઇલમાં વાતચીત કરવા છતાં આરોપીઓએ રકમ નહીં ચૂકવતા સેલ્સમેનને રૂબરૂ નાણાંની ઉઘરાણી માટે મોકલ્યાં હતા. તેમ છતાં આરોપી પિતા-પુત્રએ નાણાં ચૂકવવાને બદલે વાયદાઓ આપ્યે રાખ્યા હતા.

પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાતા પુત્રની ધરપકડ કરાઈ
આ સમયે આરોપી પિતા-પુત્રએ ભાવનગરના વેપારીને પણ લાખો રૂપિયાનો ધુંબો માર્યો હોવાની માહીતી મળતા અમારી સાથે પણ છેતરપિંડી કરી હોવાનું માલૂમ પડતા પિતા-પુત્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ભક્તિનગર પોલીસમથકના પીએસઆઇ પી.બી.જેબલિયા સહિતના સ્ટાફે રૂષભને સકંજામાં લઇ લીધો છે. જ્યારે તેના પિતાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here