રાજકોટ : કાળો હાથી તંત્ર માટે ‘ધોળો’ બન્યો, પાંચ જ દિવસમાં રૂ. 85 હજાર ખર્ચાયા

0
55

રાજકોટ:વનવિભાગ પાસે હાથી સાચવવા માટે કોઇ જગ્યા ન હોઇ સર્કસના તંબુમાં જ હાથી રાખવામાં આવ્યા હતા. બંને હાથી માટે દરરોજ ત્રણ પ્રકારના ઘાસ મંગાવાય છે. જેમાં દૈનિક 7000 જેટલો ખર્ચ થતો હોવાનું આરએફઓ એસ.એ. પંડ્યાએ જણાવ્યું હતું. આ ઉપરાંત હાથીને નવડાવવામાં આવે છે તેમજ ત્રણ શિફ્ટમાં 24 કલાકની સુરક્ષા માટે દરરોજના 3 સુરક્ષા જવાનો રાખવામાં આવ્યા છે. આમ 5 દિવસમાં તંત્રને 85 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

પોલીસે મંજૂરી આપતા સર્કસ ફરી શરૂ, મંગળવારે હાથી પણ સોંપી દેવાશે
હાથી તેમજ અન્ય પ્રાણીઓ જેનો શોમાં ઉપયોગ કરાયો હતો તે તમામ પાળતું હતાં. જેથી વન્યજીવને લગતા કોઇ કાયદાનો ભંગ ન હતો છતાં વહીવટી તંત્રે ધરાર રેડ કરાવવા સાથે રાખ્યા. હાથી પાળતું હોઇ જવાબદારીમાં ન આવે તેમ કહેવા છતાં પ્રાંતે ધરાર વનતંત્ર પર જવાબદારી નાખી હતી. સંચાલકોએ હાથી પાળતું હોવાનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે. તેથી વનવિભાગ પાસે જપ્ત કરવા બાધ્ય ન રહેતા મંગળવારે કાગળ પૂરા કરી હાથી સોંપી દેવાશે. જો કે તેમની પાસેથી સોગંદનામું લેવાયું છે કે હાથી પર ક્રૂરતા આચરશે નહીં અને જો આવી માહિતી મળશે તો સર્કસ કોઇપણ જગ્યાએ હશે સંચાલકોએ હાથી સમેત રાજકોટ વનવિભાગ પાસે હાજરી આપવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here