રાજકોટ : સૌની યોજનાની 800 ફૂટ લાંબી પાઈપ જમીનમાંથી બહાર આવતા કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ

0
31

રાજકોટ:શહેરમાં અલગ અલગ ત્રણ ગામોમાંથી સૌની યોજનાની મસમોટી પાઈપ જમીનમાંથી ઉખડીને બહાર આવી ગઈ છે. પાણીના પ્રવાહને કારણે આ બન્યું હોઇ શકે તેમ સૂત્રોએ જણાવ્યું છે. જો કે આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરને 15 દિવસમાં તમામ કામ પૂર્ણ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે.

વરસાદી પાણીનો પ્રવાહ વધતા પ્રેશરના કારણે પાઈપો બહાર આવી ગઈ હતી
લોધિકા તાલુકાના અભેપર ગામ અને ચીભડા તેમજ રાજકોટ તાલુકાના ખોખડદળ ગામમાંથી પસાર થતી સૌની યોજનાની પાઈપ કે જે ખેતરો અને જમીનમાં ઊંડે દાટી દેવાઈ છે તે ઉખડીને બહાર આવી ગઇ હતી.સિંચાઈ વિભાગના ઈજનેર પ્રફુલ પોપટે જણાવ્યું હતું કે, આ પાઈપ ખાલી હતી. આ ઉપરાંત વરસાદને કારણે જમીનમાં પાણીનો પ્રવાહ વધતા પ્રેશરને કારણે બહાર આવી ગઇ હોવાનું પ્રાથમિક તારણ છે. આમ છતાં સાચું કારણ જાણવા માટે તપાસ માટે એજન્સી નીમી દેવાઈ છે, કોન્ટ્રાક્ટરને 15 દિવસમાં કામગીરી કરવા નોટિસ મોકલી છે.

કોન્ટ્રાક્ટરને 15 દિવસમાં કામગીરી કરવા નોટિસ મોકલી
સિંચાઈ વિભાગ મુજબ બે પાઈપલાઈન એક સાથે બિછાવાઈ છે. એક પાઈપ ન્યારી તો એક ભાદરમાં પાણી પહોંચાડે છે. ન્યારીની પાઈપ 3000, જ્યારે ભાદર માટે નાની 2600 ડાયામિટરની પાઈપ છે. જે પાઈપ બહાર આવી છે. તે ન્યારી તરફની છે કારણ કે તેમાં ઘણા સમય પહેલા પાણી બંધ કરી દેવાતા ખાલી થઇ ગઇ હતી. પાઈપના એક યુનિટ 11 ફૂટ લાંબો હોય છે જ્યારે તેનો વજન 15 ટન હોય છે. કુલ 800 ફૂટ લાઈન બહાર આવી છે જેથી કહી શકાય કે અનેક પાઈપ ઉખડી ગયા છે.

નવા પ્રોજેક્ટમાં ઉમેરાશે
સિંચાઈ વિભાગના ઈજનેરે જણાવ્યું હતું કે, આવુ બનવાના કારણ વિશે એજન્સીને તપાસ સોંપી દેવાઈ છે. પ્રેશરના કારણો અને પાઈપ બહાર આવવા વિશે વધુ વિગતો મળશે તો સૌની યોજનાના નવા પ્રોજેક્ટ માટે તેની વિગતો ઉમેરી ફરી આવું ન બને તેની તૈયાર કરવામાં આવશે. હાલ તો પાણી અને કીચડને કારણે આ પાઈપ સુધી પહોંચવું મુશ્કેલ છે આમ છતાં તુરંત કાર્યવાહી કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here