Thursday, January 23, 2025
Homeરાજકોટ : પ્રેમમાં અંધ બનેલી માતાએ 15 વર્ષની દિકરીને પ્રેમીનાં હવાલે...
Array

રાજકોટ : પ્રેમમાં અંધ બનેલી માતાએ 15 વર્ષની દિકરીને પ્રેમીનાં હવાલે કરી, પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

- Advertisement -

રાજકોટ: શહેરમાં ચાર દિવસ પહેલા જ પ્રેમીને શોધવા નિકળેલી પ્રેમિકા પર ગેંગ રેપનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી આજે બી ડિવીઝન પોલીસ વિસ્તારમાં રેપની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ચોકાવનારી વાત એ છે કે માતાએ જ પોતાની 15 વર્ષની સગી દિકરીને પ્રેમીને સોંપી દીધી હતી અને પ્રેમીએ દિકરીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી. જો કે પોલીસે પીડિતાની ફરિયાદ પરથી માતા અને પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી
વધુ વિગત મુજબ વિપુલ નામનો આરોપી અગાઉ જે મકાનમાં ભાડુત તરીકે રહેતો હતો, તે મકાન માલિકનાં પત્નીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેને 15 વર્ષની તેની દિકરી પર નજર બગાડી હતી. પ્રેમમાં અંધ બનેલી માતાએ જ ખુદ્દ સગી દિકરીને પ્રેમીને હવાલે કરી દીધી હતી અને પ્રેમીએ વારંવાર 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે પીડિતાનું નિવેદન લઇ પ્રેમી અને માતાની ઘરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular