રાજકોટ: શહેરમાં ચાર દિવસ પહેલા જ પ્રેમીને શોધવા નિકળેલી પ્રેમિકા પર ગેંગ રેપનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી આજે બી ડિવીઝન પોલીસ વિસ્તારમાં રેપની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ચોકાવનારી વાત એ છે કે માતાએ જ પોતાની 10 વર્ષની સગી દિકરીને પ્રેમીને સોંપી દીધી હતી અને પ્રેમીએ દિકરીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી. જો કે પોલીસે પીડિતાની ફરિયાદ પરથી માતા અને પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પીડિતાના શિક્ષકથી સગીરાને હિંમત મળી હતી. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી
વધુ વિગત મુજબ શહેરના મધુવન પાર્કમાં રહેતા પરણિત પટેલ શખ્સ વિપુલ મુળજી પરસાણા નામનો આરોપી અગાઉ જે મકાનમાં ભાડુત તરીકે રહેતો હતો, તે મકાન માલિકનાં પત્નીને પ્રેમ જાળમાં ફસાવી આડા સંબંધ રાખતો હતો. ત્યાર બાદ તેને 10 વર્ષની તેની દિકરી પર નજર બગાડી હતી. પ્રેમમાં અંધ બનેલી માતાએ જ ખુદ્દ સગી દિકરીને પ્રેમીને હવાલે કરી દીધી હતી અને પ્રેમીએ વારંવાર 10 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પિતા કામધંધાના બહાને મોટાભાગે બહારગામ રહેતા હતા અને આરોપી તકનો લાભ લઈ વારંવાર રાજકોટ ઉપરાંત સોમનાથ અને આબુ લઈ જઈને મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. હાલ પોલીસે પીડિતાનું નિવેદન લઇ પ્રેમી અને માતાની ઘરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.