રાજકોટ :મોબાઇલ બ્લાસ્ટ થતા ભાઇ-બહેન દાઝ્યા, એકને આંખમાં ગંભીર ઇજા

0
5

ફરી એક વખત મોબાઇલ ફોનની બેટરી ફાટવાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મોબાઇલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થઇ છે. મોબાઇલમાં રમતા સમયે અચાનક બેટરી ફાટતા સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના સગા ભાઇ-બેન દાઝ્યા હતા. આથી બંનેને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

વિજયને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો
રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં બંનેને સારવાર આપવામાં આવી છે. બેટરી ફાટતા વિજય ઠાકોર નામનો બાળક આંખ નજીક ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બહેનને રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

થોડા સમય પહેલા ખિસ્સામાં ફોન ફાટતા યુવકનું મોત થયું હતું
થોડા સમય પહેલા મોરબીમાં એક યુવક બાઇક પર જઇ રહ્યો હતો. યુવકનાં ખિસ્સામાં મોબાઇલ ફોન હતો. કોઇ પણ કારણસર આ મોબાઇલ ફોન ધડાકા સાથે ફાટ્યો અને યુવકના પગનાં ભાગે ગંભીર ઇજા થતા ચાલુ વાહન પરથી નીચે પટકાયો હતો. ચાલુ વાહને નીચે પટકાવાનાં કારણે યુવકનું મોત નીપજ્યુ હતું. આ ઘટના મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here