રાજકોટ : 104 હેલ્પલાઇન વાનમાં વિકરાળ આગ લાગતા ડ્રાઇવરે સમય સુચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી

0
3

રાજકોટમાં કોટેચા સર્કલ નજીક 104 હેલ્પલાઇન વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી ડ્રાઇવરે સમય સુચકતા વાપરી વાન ઉભી રાખી દીધી હતી. બાદમાં વાનમાં રહેલો સ્ટાફ તુરંત જ બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના આજે સવારના સમયે બની હતી.

ફાયર ફાઇટર દોડી આવી આગ કાબૂમાં લીધી
​​​આગને લઇને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. આગને પગલે ટ્રાફિકજામ થયો હતો. આથી પોલીસ દોડી આવતા ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

ચાલુ વાનમાં આગ લાગી હતી.
ચાલુ વાનમાં આગ લાગી હતી.

આગમાં વાન બળીને ખાખ
વિકરાળ આગ લાગતા 104 હેલ્પલાઇનની વાન બળીને ખાખ થઇ ગઇ હતી. તેમજ અંદર રહેલી આરોગ્યના સાધનો અને ચીજવસ્તુઓ પણ બળીને ખાખ થઇ ગઇ હતી. આગ વિકરાળ હોવાથી ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here