Saturday, September 18, 2021
Homeરાજકોટ : ગુજરાત અધ્યક્ષનું સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટ બનાવી હેકરે રૂપિયાની માંગણી...
Array

રાજકોટ : ગુજરાત અધ્યક્ષનું સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટ બનાવી હેકરે રૂપિયાની માંગણી કરી

સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજાનુ ફેક એકાઉન્ટ બન્યા હોવાની માહિતી ખુદ નેહલ શુક્લએ તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે. જેમાંથી હેકરે સોશિયલ મીડિયામાં જોડાયેલા તેમના મિત્રો પાસેથી રૂપિયાની માંગણી કરી છે. આ અંગે અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

પ્રોફાઈલ પિક્ચર પર જે.પી.જાડેજાનો ફોટો મૂક્યો
રાજકોટના કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજાના નામનું ફેસબૂકમાં ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચર પર જે.પી.જાડેજાનો ફોટો મૂક્યો છે. હેકર દ્વારા ફેક એકાઉન્ટ તૈયાર કરી જે.પી.જાડેજાના તમામ ફ્રેન્ડસને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી છે.

હેકરે રૂપિયાની માગણી કરી

હેકરે રૂપિયાની માગણી કરી

કોઈ લોકો છેતરાશો નહીં તેવી વિનંતીઃ જે.પી.જાડેજા
આ મુદ્દે જે.પી.જાડેજા દ્વારા લેખિતમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોઈ ઠગ દ્વારા મારા નામનું ફેક એકાઉન્ટ બનાવી ફોન કરી રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. માટે કોઈ લોકો છેતરાશો નહીં તેવી મારી વિનંતી છે.

જે.પી.જાડેજા દ્વારા લેખિતમાં લોકોને અપીલ કરી
જે.પી.જાડેજા દ્વારા લેખિતમાં લોકોને અપીલ કરી

પ્રોફાઈલ પિક્ચર પર કોર્પોરેટરનો મુખ્યમંત્રી સાથેનો ફોટો મૂક્યો છે
રાજકોટમાં આજથી 23 દિવસ પહેલા આ જ પ્રકારે ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લના નામનું ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેમાં હેકરે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચર પર કોર્પોરેટરનો મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તસવીરનો ઉપયોગ કર્યો છે. જ્યારે કે કવર ફોટો તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તસવીર સેટ કરી રાખી હતી. એ સમયે પણ કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments