Thursday, April 18, 2024
Homeરાજકોટ : 40 રૂમની હોટેલમાં મધરાતે વિકરાળ આગ ભભૂકી, મેનેજરે પહેલા માળેથી...
Array

રાજકોટ : 40 રૂમની હોટેલમાં મધરાતે વિકરાળ આગ ભભૂકી, મેનેજરે પહેલા માળેથી કૂદકો માર્યો

- Advertisement -

લીમડા ચોકમાં આવેલી સિલ્વર સેન્ડ હોટેલમાં શુક્રવારે મધરાતે 2.45 વાગ્યે અચાનક આગ ભભૂકી હતી, આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, આગનું સ્વરૂપ જોઇ જીવ બચાવવા માટે હોટેલના મેનેજરે પહેલા માળેથી કૂદકો માર્યો હતો, જ્યારે ત્રણ ઉતારૂ સહિત છ લોકોને ફાયરબ્રિગેડ સ્ટાફે રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા. હોટેલ પાસે ફાયર એનઓસી નહોતું. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે.

હોટેલમાં ફસાયેલા ઊતારુઓને સીડી મૂકીને બચાવી લેવાયા હતા.

હોટેલમાં ફસાયેલા ઊતારુઓને સીડી મૂકીને બચાવી લેવાયા હતા.

રાત્રીના 2.45 વાગ્યે કિચનમાંથી આગની શરૂઆત થઇ હતી અને ગણતરીની સેકન્ડમાં જ આખી હોટેલમાં પ્રસરી ગઈ હતી. રાત્રીના હોટેલની અંદર ત્રણ ઉતારૂ અને સ્ટાફ હતો, હોટેલમાં થોડા દિવસ પૂર્વે જ મેનેજર તરીકે નોકરી પર રહેલા કશ્યપ નામના વ્યક્તિએ જીવ બચાવવા માટે પહેલા માળેથી કૂદકો મારી દીધો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ ઉતારૂ ધર્મેન્દ્ર દવે, બ્રિજરાજ ગુપ્તા અને ગુંજનભાઇ ઠાકર તેમજ સ્ટાફ ઉમંગભાઇ, કુંદનભાઇ અને દીપકભાઇને બહાર કાઢ્યા હતા.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા.

રાત્રે 2.25 વાગ્યે કંઇક બળતું હોય તેવી સ્મેલ આવતી’તી, બાદમાં આખી હોટેલમાં આગ ફેલાઈ ગઈ

કચ્છમાં કંપનીના કામે ગયેલા અને ગાંધીનગરના વતની ધર્મેન્દ્ર દવે અને તેના સાથી બ્રિજરાજ ગુપ્તા તથા ગુંજન ઠાકર રાત્રે રાજકોટ આવ્યા હતા અને સિલ્વર સેન્ડ હોટેલમાં રૂમ બુક કર્યો હોય હોટેલે આવ્યા હતા. ધર્મેન્દ્ર દવેએ કહ્યું હતું કે, રાત્રે 2.25 વાગ્યે હોટેલમાં પ્રવેશ્યા ત્યારે કંઇક બળતું હોય તેવી સ્મેલ આવી હતી, પરંતુ તેને ધ્યાને લીધી નહોતી અને પહેલા માળે આવેલા રૂમમાં ગયા હતા, હજુ ફ્રેશ થતો હતો ત્યાં બળવાની સ્મેલ તીવ્ર બની હતી અને નજર કરતાં જ આગના લબકારા દેખાવા લાગ્યા હતા, આગ એટલી ફેલાઇ ગઇ હતી કે કઇ તરફ જવું તે નક્કી કરી શકતા નહોતા, નજર સામે મોત દેખાવા લાગ્યું હતું, જો કે અમને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

હોટલને ખૂબ જ નુકસાન થયું છે.

હોટલને ખૂબ જ નુકસાન થયું છે.

મારી નજર સામે એક વ્યક્તિએ પહેલા માળેથી કૂદકો મારી દીધો

મારું નામ પોપટભાઇ છે, હું લીમડા ચોકમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરું છું, હું ઓફિસની બહાર લીમડા ચોકમાં હતો ત્યારે હોટેલમાં આગના લબકારા દેખાતા, હું દોડ્યો હતો અને હું હોટેલની બહાર પહોંચ્યો ત્યારે એક વ્યક્તિએ હોટેલના પહેલા માળેથી કૂદકો માર્યો હતો, અંદર કેટલા લોકો ફસાયા હતા તેની જાણ નહોતી, જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો હતો.

પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

ગેરકાયદે બનાવાયેલા ડોમને કારણે ધુમાડો બહાર નીકળી શકતો નહોતો

હોટેલ સંચાલકોએ બિલ્ડિંગનું બેઝમેન્ટ બંધ કરી દઇ ઉપર ગેરકાયદે ડોમ બનાવી દીધો હતો, ડોમને કારણે વેન્ટિલેશન થતું નહોતું અને તે કારણે ધુમાડો બહાર નીકળી શકતો નહોતો અને આગ વધુ વિકરાળ બની હતી. શહેરની મધ્યમાં આ હોટેલ આવેલી છે, હોટેલ સંચાલકોએ ગેરકાયદે ડોમ બનાવી લીધો છતાં જવાબદાર તંત્રના બેજવાબદાર એકપણ અધિકારી કે કર્મચારીની નજરે આ ગેરકાયદે ડોમ ચડ્યો નહોતો.

આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને PGVCLનો સ્ટાફ પણ તરત સ્થળ પર પહોંચી ગયો.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને PGVCLનો સ્ટાફ પણ તરત સ્થળ પર પહોંચી ગયો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular