Thursday, September 23, 2021
Homeરાજકોટ : સ્મશાનમાં મૃતદેહ અને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇન
Array

રાજકોટ : સ્મશાનમાં મૃતદેહ અને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇન

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના પોઝિટિવ કેસની સાથે મૃત્યુઆંક માં પણ સતત વધારો થઇ રહ્યો છે. સતત વધતા સંક્રમણ વચ્ચે સ્વજનોએ સારવારથી લઇ અંતિમવિધી સુધી પ્રતીક્ષા કરવી પડી રહી છે. હાલ વધતા સંક્ર્મણને અટકાવવા તંત્ર ઊંધે માથે થયું છે.

સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઇ રહ્યા છે
અમદાવાદ અને સુરત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આજે અલગ દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે 20 જેટલી એમ્બ્યુલન્સ હોસ્પિટલ બહાર લાઇનમાં ઉભી છે જેમાં દર્દીઓ પણ સારવાર માટે વેઇટિંગમાં ઉભા છે. કોવિડ હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ જતાં દર્દીઓ વેઇટિંગમાં ઉભું રહેવું પડે તેવી સ્થિતિ સામે આવી છે. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ બહાર 20 જેટલી એમ્બ્યુલન્સ બહાર ઉભી હતી. આ એમ્બ્યુલન્સ હોસ્પિટલ બહાર જોતા એક વાત સ્પષ્ટ છે કે સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઇ રહ્યા છે.

20 જેટલી એમ્બ્યુલન્સ બહાર ઉભી હતી
20 જેટલી એમ્બ્યુલન્સ બહાર ઉભી હતી

મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ કલાકો સુધી પ્રતીક્ષા
રાજકોટમાં સારવાર થી લઇ મૃતદેહના અંતિમ સંસ્કાર સુધી દર્દીના સ્વજનોને પ્રતીક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં બેડ ફૂલ થઇ જતાં દર્દીઓને સારવાર માટે પ્રતીક્ષા કરવી પડે છે જ્યારે રાજકોટમાં કુલ 4 સ્મશાન આવેલ છે જેમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ કલાકો સુધી વારો નથી આવી રહ્યો. રાજકોટમાં ટપોટપ થતા મૃત્યુ થી સ્મશાનમાં અંતિમવિઘી માટે પણ પ્રતીક્ષા કરવી પડી રહી છે.

સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે.
સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે.

શબવાહિનીઓ સતત દોડતી રહે છે
રાજકોટના સ્મશાન ગૃહમાં ખૂબ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી પરંતુ હવે મૃત્યુની સંખ્યા એટલી હદે વધી છે કે શબવાહિનીઓ મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને બીજો મૃતદેહ લેવા માટે પરત ફરી રહી છે અને તેના કારણે સતત લાશોનો ઢગ સ્મશાનગૃહમાં જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments